જેતપુરમાં બાવળની કાટમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠીમાં પોલીસે દરોડો પાડી 550 લીટર આથો, ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.20800 નો મુદામાલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી. - At This Time

જેતપુરમાં બાવળની કાટમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠીમાં પોલીસે દરોડો પાડી 550 લીટર આથો, ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.20800 નો મુદામાલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી.


દરોડાની વિગત મુજબ, જેતપુર સીટી પોલીસ મથકના એએસઆઈ ભાવેશ ચાવડા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ જયેશ દાફડા, ચંન્દ્રસિંહ વસૈયા, કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા સહિતના સ્ટાફને જેતપુરના ખીરસરા રોડ, પાણીના ટાંકા પાસે રહેતો ચંદુ બાવચંદ પરમાર પાંજરાપોળની વાડીની પાછળ આવેલ અવાવરૂ બાવળની કાટમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી દારૂ ગાળે છે,

તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી બાવળની કાંટમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ હોય અને પોલીસને જોઈ બુટલેગર ચંદુ બાવચંદ પરમાર નાસી છૂટ્યો હતો. જ્યારે બનાવ સ્થળેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો, દેશી દારૂ અને આથો 550 લીટર મળી કુલ રૂ.20800 નો મુદામાલ કબ્જે કરી નાસી છૂટેલા શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

અહેવાલ આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.