જેતપુર રબારિકા ચોકડી પાસે ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ યુવકનું સારવારમાં મોત અજાણ્યા યુવકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી - At This Time

જેતપુર રબારિકા ચોકડી પાસે ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ યુવકનું સારવારમાં મોત અજાણ્યા યુવકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી


જેતપુર રબારિકા ચોકડી પાસે ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ યુવકનું સારવારમાં મોત નિપજ્યું હતું. અજાણ્યા યુવકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.બનાવની વિગત મુજબ ગઈકાલ સાંજનાં સાડા સાત વાગ્યાની આસપાસ એક અજાણ્યો પુરુષ (આશરે ઉ.22) જેતપુર રબારિકા ચોકડી પાસે ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ હોય જેને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવારમાં દમ તોડી દિધો હતો. અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા જેતપુર ઉદ્યોગ નગર પોલીસે તજવીજ હાથ ધરી છે

અહેવાલ આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.