સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪" - ગીર સોમનાથમાં વેગવંતુ બનતું ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન - At This Time

સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪” ————- ગીર સોમનાથમાં વેગવંતુ બનતું ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન —————-


"સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪"
-------------
ગીર સોમનાથમાં વેગવંતુ બનતું ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન
----------------
જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ દ્વારા કચેરી સાફ-સફાઈની કામગીરી
----------------
ગીર સોમનાથ તા.૧૯; વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામા સ્વચ્છતાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં ગામડા, શહેરો, ધાર્મિક સ્થળો, જાહેર શૌચાલયો અને માર્ગોની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે.

સફાઈ અભિયાનમાં સહભાગી થતાં ગીર સોમનાથ જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા કેમ્પેન અંતર્ગત કચેરી ખાતે સાફ-સફાઈ કરવામાં આવી હતી. ટ્યુબલાઈટ, પંખા, ટેબલો, રેકર્ડ રૂમ, ખુરશી-ટેબલ સહિત સાફ-સફાઈ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતાલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન ૩૧મી ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં સૌ નાગરિકોએ પણ આ અભિયાનમાં સહભાગી બની પોતાના ઘરની સાથે સાથે ગલી મહોલ્લાને સ્વચ્છ રાખવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આહ્વાન કરાયું છે.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.