જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત મિટિંગ યોજાઈ - At This Time

જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત મિટિંગ યોજાઈ


જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને
પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત મિટિંગ યોજાઈ
--------------
સ્ટ્રીટલાઈટ, સીસી રોડ, ઘન કચરાના નિકાલ માટેની વ્યવસ્થા સહિત વિશેષ માળખાકીય સુવિધાઓ અંગે સુનિયોજીત આયોજન કરવા સૂચન
--------------
ગીર સોમનાથ, તા.૧૯; જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોડિનાર તાલુકાના કરેડા અને બોડવા તેમજ વેરાવળ તાલુકાના ઈણાજ અને નવાપરાને પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના દ્વારા વિશેષ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના દ્વારા રસ્તા, પાણી અને સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ વગેરે સુવિધાઓ દ્વારા ગામોનો વિકાસ થાય અને વિશેષ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ ગામોને આદર્શ ગ્રામ તરીકે વિકસાવવાની કામગીરી થાય તે દિશામાં ઉપસ્થિત સર્વે અધિકારીશ્રીઓને સૂચનો આપ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, અનુસૂચિત જાતિના વિસ્તારોને લક્ષ્યમાં લઈ અને કેન્દ્ર સરકાર દ્વારા ૨૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં પ્રાથમિક શાળામાં કન્યા માટે શૌચાલય, મઘ્યાહ્ન ભોજનના શેડ, સ્ટ્રીટલાઈટ, રોડ-રસ્તા બનાવવા, ઘન કચરાના નિકાલ માટેની વ્યવસ્થા, ભૌતિક સુવિધાઓથી આંગણવાડીને સજ્જ કરવી, ગંદા પાણીના નિકાલ માટે ગટર, પેવરબ્લોકના કામ સહિતના વિવિધ કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ મિટિંગમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નાગાજણ તરખાલા, વેરાવળ-કોડિનારના તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિવિધ ગામોના સરપંચશ્રી ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.