આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લાના CHC લાઠીદડ ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર અન્વયે તબીબી કેમ્પ યોજાયો - At This Time

આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લાના CHC લાઠીદડ ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર અન્વયે તબીબી કેમ્પ યોજાયો


(અસરફ જાંગડ દ્વારા)
તબીબી કેમ્પમાં મેડીકલ કોલેજ, ભાવનગરના મેડીસીન, સ્ત્રીરોગ નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત, જનરલ સર્જન, કાન-નાક-ગળાના સર્જન, આંખના નિષ્ણાત, મનોચિકીત્સક, ચામડીના નિષ્ણાત, એનેસ્થેટીક અને દાંત રોગના નિષ્ણાત દ્વારા વિવિધ રોગોનું નિદાન, સારવાર અને જરૂરી રેફરલ સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.તેમજ આયુષ્માન ભવ: કાર્યક્રમ અંતર્ગત PMJAY કાર્ડ વિતરણ, NCD અંતર્ગત આભા કાર્ડ કામગીરી પણ કેમ્પ દરમ્યાન કરવામાં આવી હતી ,આ કેમ્પમાં મેડીસીન વિભાગના ૯૭ દર્દીઓ, બાળરોગના ૨૪, સ્ત્રીરોગના ૧૪, કાન-નાક-ગળાના રોગના ૧૫, આંખરોગના ૨૪, ચામડી રોગના ૧૮, દાંતરોગના ૧૦, સર્જરી વિભાગના ૨૧, માનસિક રોગના ૦૫, તેમજ આભા કાર્ડના ૧૫ લાભાર્થીઓ અને PMJAY કાર્ડના ૦૫ લાભાર્થીઓ મળીને કુલ ૨૪૮ લાભાર્થીઓએ લાભ લીધો હતો આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાવિન વાગડિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. જયદીપ કણઝરીયા, DUPC દુષ્યંત , તાલુકા સુપરવાઈઝર મનીષ બાવળિયા સહિતના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.