તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ ઇડર અને વડાલી નગરપાલિકામાં સેવાસેતુ કાર્યક્ર્મ યોજાશે. - At This Time

તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ ઇડર અને વડાલી નગરપાલિકામાં સેવાસેતુ કાર્યક્ર્મ યોજાશે.


“સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”
*****
સાબરકાંઠામાં દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમના પ્રારંભે આઠ તાલુકામાં યોજાયેલ કાર્યક્ર્મમાં ૨૨૩ ગામોના ૯૭૩૩ નાગરીકોએ લાભ લીધો
*******
તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ ઇડર અને વડાલી નગરપાલિકામાં સેવાસેતુ કાર્યક્ર્મ યોજાશે.
*****
પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે, તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુ સાથે સેવાસેતુ કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી ડો. રતનકંવર ગઢવીચારણ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીહર્ષદ વોરાના માર્ગદર્શન હેઠળ સેવાસેતુ કાર્યક્રમ જિલ્લાના ૮ તાલુકાના ગામો અને ૬ નગરપાલિકાના શહેરી વિસ્તારને આવરી લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૨૪ જેટલા અને શહેરી વિસ્તાર કુલ ૧૨ જેટલા સેવાસેતુ કાર્યક્ર્મ યોજાશે.
સાબરકાંઠા જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ યોજાયેલ સેવાસેતુ કાર્યક્ર્મમાં આઠ તાલુકાના ૨૨૩ ગામોના ૯૭૩૩ નાગરીકોની અરજીઓનો સ્થળ પર હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.
તાલુકા પ્રમાણે જોઇએ તો :-
ક્ર્મ તાલુકાનું નામ ગામનું નામ સમાવિષ્ટ ગામોની સંખ્યા મળેલ અરજીઓ
૧ હિંમતનગર રંગપુર ૪૨ ૧૭૧૯
૨ ઇડર મોટા કોટડા ૩૮ ૧૬૧૯
૩ વડાલી હાથરવા ૨૦ ૯૮૨
૪ ખેડબ્રહ્મા હિંગટીયા ૩૧ ૧૦૮૮
૫ વિજયનગર વિજયનગર ૨૬ ૧૦૧૬
૬ પોશીના ચોલીયા ૧૭ ૧૫૧૮
૭ પ્રાંતિજ સોનાસન ૨૪ ૯૨૩
૮ તલોદ રણાસન ૨૫ ૮૬૮
કુલ ૨૨૩ ૯૭૩૩

આમ પ્રથમ સેવાસેતુ કાર્યક્ર્મમાં સરકારના વિવિધ વિભાગોની ૫૫ જેટલી સેવાઓનો લાભ નાગરીકોને ઘર આંગણે મળ્યો હતો. આગામી તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ ઇડર અને વડાલી નગરપાલિકામાં સેવાસેતુ કાર્યક્ર્મ યોજાશે.

રિપોર્ટર અલ્પેશ પટેલ. વડાલી


9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.