જસદણમાં એક યુવાન વ્યાજના ચક્રમાં ફસાયો : બે વ્યાજખોરો સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ
એક યુવાન વ્યાજના ચક્રમાં ફસાયા બાદ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી વાહનો મોબાઇલ અને કોરો ચેક પડાવી લેતા બે વ્યાજખોરો સહિત પાંચ સામે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. માહિતી અનુસાર જસદણ માં રહેતા અને મજૂરીકામ કરતા મિલનભાઈ રાજુભાઈ મોખાએ આરોપી કિશોરભાઈ વાઘેલા, અક્ષય ભરતભાઈ મોખા, નરેશભાઈ ધાધલ, રઘાભાઈ શિવરાજભાઈ દરબાર, તથા એક અજાણ્યા ઈસમ સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીને જરૂરિયાત પડતા આરોપી કિશોર પાસેથી પ્રથમ એક લાખ માસિક 33000 વ્યાજ લેખે લીધા હતા. બાદમાં ટુકડે ટુકડે કુલ 9 લાખ વ્યાજે લઈ ફરિયાદીએ 9 લાખ 16 હજાર ચૂકવી દીધેલ હોવા છતાં મૂળ રકમ તથા ઊંચા વ્યાજની માંગણી કરી ધમકી આપી ફરિયાદી પાસેથી પ્રોમિસરી નોટ લખાવી લઈ ફરિયાદીની સહીવાળા રકમ ભર્યા વગરના પાંચ ચેક લઈ લીધા હતા. તેમજ ફરિયાદીની અર્ટિગા કારનું લખાણ સહિત ભક્તિ ના નામનું કરી બે મોબાઈલ પડાવી લીધા હતા. તેમજ ચેક રીટર્ન તથા છેતરપિંડીની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આરોપી કિશોરને રૂપિયા ચૂકવવા માટે ફરિયાદીએ આરોપી અક્ષય મોખા પાસેથી 10 ટકા લેખે ચાર લાખ વ્યાજે લીધા હતા અને બદલામાં બે ઇકો કાર તથા ફોર્ડ ફીગો કાર ફરિયાદી પાસેથી લઈ લીધી હતી. આરોપી અક્ષયને 70 હજાર વ્યાજ ચૂકવ્યું હોવા છતાં વ્યાજની ઉઘરાણી માટે અન્ય ત્રણ થી પાંચ આરોપીને બોલાવી ફરિયાદી પાસેની મોબાઇલ ફોન તથા તૈયાર લખાણ વાળા કાગળમાં ફરિયાદીના અંગૂઠાના નિશાન તથા સહીઓ લઈ મદદગારી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.