ચોમાસું હજુ ગયું નથી તેવી સ્થિતિ સર્જાઈ ચાણક્યપુરી વિસ્તારમાં. - At This Time

ચોમાસું હજુ ગયું નથી તેવી સ્થિતિ સર્જાઈ ચાણક્યપુરી વિસ્તારમાં.


ચાણક્ય પુરી વિસ્તારમાં ગટર ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું

અમદાવાદ ના ચાણકય પુરી સેકટ્ટર નં, ત્રણ ના સન ડીવાઈન પાંચ,ત્રણ, સુદર્શન, સુયશ, વ્રજધામ એક બે અને સિલ્વર પલ જેવા આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણાં દિવસો થી ગટર ઉભરાતા અહીંના રહીશો થયાં પરેશાન અ,મ્યુ,કૉ નને અનેકવાર રજુઆત છતાં આંખ આડા કાન તેવી સ્થિતિ સર્જાઈ
અહીંની સોસાયટીના રહીશો ને ઘરની બહાર નીકળવું પણ થયું મુશ્કેલ શાળા એ જતા બાળકો ને દુર્ગંધ નો પડી રહ્યો છે સામનો ઘર ગથ્થુ સામાન સવારમાં દૂધ કે કરીયાણુ લેવાં માં પડી રહી છે મુશ્કેલી અહીં ગટરના પાણી ની ગંદકી થી ઘરની બહાર જવું પડ્યું મુશ્કેલ રોજી રોટી મેળવવા આવતા ફેરિયાઓ પણ ધંધા માટે ગટરના પાણી માં પસાર થતા શાકભાજી વેચવા આવતા નજરે જોવા મળે છે

સતત ગટરનું પાણી ઉભરાતા અહીંની આજુબાજુ ની સોસાયટી માં ભરાયા પાણી જેના કારણે કાદવ કીચડ ભરાતા મચ્છર નો ઉપદ્રવ થતાં અહીંના રહીશોને વૃધો અને બાળકો પર વધારે બીમાર પડ્યા હોય તેવું જાણવા મળેલ

એકદિવસ, બે દિવસ નહીં ઘણા દિવસો વીત્યા છતાં અ,મ્યુ,કો અહીં આવીને ડોકાચ્યું કર્યુ હોય તેમ કોઈજ કામગીરી નહીં કરેલ અહીંના પદાધિકારી ધારા સભ્ય કે કાઉન્સિલર પણ જાણે અહીંના એરિયામાં કામ નહીં કરવા હાથ ઊંચાકરી કર્યા હોય તેવું જોવા મળી રહ્યું છે અહીંના રહીસો ની એકજ માંગ કે અહીંના ચાણક્ય પુરી ના વિષતારમાં ભરાયેલ ગટરનું પાણી અને ગંદકી ને દૂર કરો અને સ્વરછ વતાવરણ બને તેવી અમારી માંગ ને પુરી કરો

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.