ભાદરવા મહિનાનો રોગચાળો ફેલાયો : જસદણ સિવિલમાં દર્દીઓની ભીડ જામી
(રિપોર્ટ વિજય ચૌહાણ જસદણ)
આજરોજ જસદણ સિવિલમાં દર્દીની ભીડ જોવા મળે જેમાં ડેન્ગ્યુ, મલેરીયા, વાયલર ઇન્ફેક્શન, જેવી બીમારી પુષ્કળ પ્રમાણમાં હોવાથી એક બેડ માથે બે બે પેશન્ટ સારવાર લઈ રહ્યા છે. જસદણ સિવિલ સ્ટાફ એકદમ વ્યવસ્થા ના ભાગે કામ કરી રહી છે. હાલ ભાદરવો મહિનો હોવાથી લોકો માં રોગચાળો એકદમ ભયંકર રીતે વક્રી રહ્યો છે. ખાસ કરી નાના બાળકો અને મોટી ઉંમરના બુઝર્ગ બીમારી નો ભોગ બની રહ્યાં છે. આ વિષયમાં ખાસ આયુર્વેદિક ડોક્ટરને પૂછતા તેમને જણાવેલ કે ભાદરવામાં ભીંડો, છાશ, દહીં, કાકડી અને ચીભડા નો ત્યાગ કરવો જોઈએ તો આ રોગમાંથી વહેલી તકે સાજા થઈ શકાય છે. ડોક્ટર મૈત્રીના જણાવ્યા મુજબ રોજના 50 થી 60 પેશન્ટ હોય છે. તેની જગ્યાએ હાલ 250 થી 300 પેશન્ટ તપાસવામાં આવે છે. અંદાજિત 100 થી 125 પેશન્ટને એડમિટ કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.