હાથીખાનામાં બે જૂથ વચ્ચે ધમાલમાં 12 સામે ગુનો, છ શખ્સની ધરપકડ - At This Time

હાથીખાનામાં બે જૂથ વચ્ચે ધમાલમાં 12 સામે ગુનો, છ શખ્સની ધરપકડ


વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

શહેરમાં હાથીખાનામાં ટૂ વ્હિલરમાં નીકળેલા યુવક સામે જોવા બાબતે સામાન્ય ઝઘડા બાદ તેને સ્કોર્પિયો લઇને સમજાવવા જતા ધોકા સાથે ધસી આવેલા શખ્સોએ કારમાં તોડફોડ કરી હતી અને સામા પક્ષે પણ સોડાબોટલના ઘા કર્યા હતા. આ અંગે કુંભારવાડામાં રહેતા દિવ્યેશ રમેશભાઇ પરમારની ફરિયાદ પરથી હાથીખાનામાં રહેતો અકિલ શબ્બીરભાઇ મકરાણી, ફરાઝ સલીમભાઇ ખલ્યાણી, અરમાન સુમરા, અફઝલ હાજી, મુસ્તાક હાજી અને અજાણ્યા શખ્સો સામે ગુનાે નોંધ્યો હતો.

દિવ્યેશએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.17ના રોજ હાથીખાનામાં આવેલ તેની ઓફિસે જતો હતો ત્યારે તેના મોટા બાપુના પુત્રનો ફોન આવ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે, તે તેની બહેનને લઇને નીકળતા કુંભારવાડામાં રહેતો અકિલ મકરાણીએ સામું જોઇને કાતર મારતો હતો. દરમિયાન સ્કોર્પિયો કાર લઇને પિતરાઇ ભાઇઓ સાથે તેને સમજાવવા ગયા હતા, ત્યાં અકિલ અને ફરાઝએ ઝઘડો કરતા અમે નીકળી ગયા હતા.

બાદમાં તેઓ અમારી પાછળ આવી ધોકા વડે કારમાં તોડફોડ કરી હતી અને સોડાબોટલના ઘા કરતા દિવ્યેશને ઇજા થઇ હતી.સામાપક્ષે પણ કુંભારવાડામાં રહેતો અકિલ શબ્બીરભાઇ મકરાણીની ફરિયાદ પરથી અવધ ભરવાડ, દિવ્યેશ ભરવાડ, મંથન, અમિત ગોહેલ અને બે અજાણ્યા શખ્સ સામે હુમલો કર્યાની ફરિયાદ કરી હતી. આ ઘટનામાં પોલીસે છ શખ્સોની ધરપકડ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.