તગડો ટોલટેકસ વસુલતી હાઈવે ઓથોરિટીએ દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પર શરૂ કર્યું થીગડા મારો અભિયાન!
દ્વારકા થી સોમનાથ જતો નેશનલ હાઈવે પોરબંદર નજીકથી પસાર થાય છે આ રસ્તો બનતો હતો ત્યારે જ નબળી ગુણવત્તા વાળો હોવાની ફરિયાઘે ઉઠવા પામી હતી પરંતુ ઉચ્ચ કક્ષાએથી કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા ન હતા ત્યારે હાલમાં અહીંયા અનેક જગ્યાએ મસ મોટી તિરાડો પડી ગઈ છે. અને તેના કારણે વાહન ચાલકોને અવરજવરમાં પણ મુશ્કેલી વેઠવી પડે છે. હાઇવે ઓથોરિટી દ્વારા માત્ર થીગડા મારવામાં આવી રહ્યા છે પરંતુ વ્યવસ્થિત રીતે સમારકામ કરવામાં આવતું નથી જેના કારણે તિરાડો ફરીથી પડી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે માટે રસ્તાનું વ્યવસ્થિત સમારકામ થાય તે ઇચ્છનીય છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.