ગાંધીના ગામમાં વિદ્યાર્થીઓ જાગૃતિ ફેલાવી સ્વચ્છતા અંગે તેની સ્કૂલ પાસે ખદબદી ગંદકી
સમગ્ર વિશ્વને સ્વચ્છતાનો સંદેશ આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં ઠેર ઠેર ગંદકી ખદબદી રહી છે અને તે અંગેની વારંવાર ફરિયાદો ઉઠવા પામે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી સ્વચ્છતા હી બ સેવા અભિયાનનો પ્રારંભ થયો છે અને શહેરમાં સફાઈ અભિયાન માટે નેતાઓ હાથમાં સાવરણા લઈને રોડ ઉપર ઉતરી આવ્યા છે. ક્યાંક સફાઈ થતી પણ હશે પરંતુ મદદઅંશે આવી કામગીરી ફોટો સેશન માટે જ થતી હોય તેવું પ્રજા પણ જાણે છે. ત્યારે પોરબંદરમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકા દ્વારા સંચાલિત મોહનદાસ કરમચંદ ગાંધી સ્કૂલ અને એમ. ઈ.એમ. સ્કૂલ ખાતેથી વિદ્યાર્થીઓની સ્વચ્છતા હિ સેવા અંતર્ગતની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ત્યાંથી શરૂ થઈ એ શાળાની બહાર કચરાપેટી નહીં હોવાથી ગંદકી રોડ પર ખદબદી રહી હતી. એટલું જ નહીં પરંતુ ગાય અને નંદી જેવા પ્રાણીઓ પણ ત્યાં બાખડી રહ્યા હતા. સફાઈના મુદ્દે ઉપરથી આવતા પરિપત્ર પ્રમાણે માત્ર સરકારી કાર્યક્રમો યોજવા ને બદલે વાસ્તવમાં નિયમિત સફાઈ કરવી જોઈએ અને પોરબંદરવાસીઓએ પણ જયાં ત્યાં ગંદકી કરવાને બદલે સ્વચ્છતા એ જ પ્રભુતા ના સિદ્ધાંતને આત્મસાત કરીને કચરો જાહેરમાં ફેંકવો જોઈએ નહીં. બંને પક્ષે ફરજ નિષ્ઠા અને જાગૃતિ આવશે તો જ ગાંધીભૂમિને ખરા અર્થમાં સ્વચ્છ કરી શકીશુ.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.