સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ધજા ચઢાવાઈ - At This Time

સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ધજા ચઢાવાઈ


સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ધજા ચઢાવાઈ
------------------------------------------------------------------------
         સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાદરવી પૂનમે‌  ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ધજા ચઢાવાઈ. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે કાર્તિકી પૂનમ, ચૈત્રી પૂનમ તથા ભાદરવી પૂનમે મેળો ભરાય છે. અને તેમાં દૂર દૂરથી માઈ ભક્તો પદયાત્રા વાહનો દ્વારા આવી મા અંબાને શિશ ઝુકાવી દર્શન  કરી ધન્યતા અનુભવે છે. આ ત્રણ પૂનમોમાં ભાદરવી પૂનમનું એક વિશિષ્ટ મહત્વ રહેલું છે. એક સપ્તાહ દરમિયાન આ મેળો યોજાય છે જે માટે જિલ્લા તથા તાલુકા અને વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા ગોઠવાય છે.  
 થોડાક વર્ષોથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મા અંબાને ધજા ચઢાવાય છે. જે અંતર્ગત તારીખ 18 9 2024 ને ભાદરવી પૂનમ એ જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા વિકાસ અધિકારીએ ખેડબ્રહ્મા આવી તમામ સ્ટાફના લોકો તથા તાલુકાના અધિકારીઓ દ્વારા બોલ મારી અંબે જય જય અંબેના નારા સાથે વિક્રમ માતાજીના ચાચર ચોકમાં માં અંબાની પ્રદક્ષિણા કરી મા અંબાને ધજા ચડાવી હતી. અને સાબરકાંઠા જિલ્લાની પ્રજા શાંતિથી રહે અને કોઈ તકલીફ ન પડે તે માટે મા અંબા ને પ્રાર્થના કરી હતી. -


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.