ગણપતિ બાપા મોરિયા...પહોચ્યા વષીં લવકરયા ' નેત્રંગ નગર સહિત પંથક ભરમા ૧૦ દિવસનું આતિથ્ય માણી બાપાએ વિદાય લીધી - At This Time

ગણપતિ બાપા મોરિયા…પહોચ્યા વષીં લવકરયા ‘ નેત્રંગ નગર સહિત પંથક ભરમા ૧૦ દિવસનું આતિથ્ય માણી બાપાએ વિદાય લીધી


નેત્રંગ નગર સહિત પંથક ના ભકતજનોનું દસ દિવસ નું આતિથ્ય માણી દેવાધીદેવ ગણેશજીને ભાવભરી વિદાય આપી હતી.
નેત્રંગ નગરના ત્રણ મુખ્ય બાજારોના ગણેશ મંડળો સહિત નગરના અનેક વિસ્તારોમા તેમજ પંથક ના ગ્રામ્ય વિસ્તારોમા ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી દસ દિવસ સુધી પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્ય બન્યા હતા.
મંગળવાર ના રોજ દાદાની ભવ્ય વિસર્જન શોભા યાત્રા બાપરોના બે કલાકે થી વિવિધ મંડળોએ થી ઢોલનગારા તેમજ ડીજેના તાલે નિકળી હતી.ગાંધીબજાર જલારામ મંદિર ખાતે તમામ મંડળીની શોભા યાત્રા આવી પહોચ્યા બાદ એક સાથે ગાંધીબજાર,જવાહરબજાર ચાર રસ્તા થઈ ને યાત્રા જીનબજાર ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિરે આરતી બાદ જીનબજાર,ગાંધીબજાર ખાતે અમરાવતી નદીમા તેમજ બલદેવાડેમ ખાતે પ્રતિમાઓનુ પાણીમા વિસર્જન કરવામા આવ્યુ હતુ. શોભા યાત્રા દરમિયાન કોઈ પણ જાત નો અનિચ્છનીય બનાવ ન બને તે માટે નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીઆઇ આર સી વસાવા તેમજ સ્ટાફે ખડે પગે ફરજ બજાવી હતી.વિસર્જન યાત્રા શાંતિ પૂર્ણ માહોલમા સંપ્પન થઈ હતી.
કેટલાક મંડળોના ડીજે બગડી જતા ભકતોમા નિરાશા જોવા મળી હતી.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.