વિંછીયા કુમારની તમામ શાળાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 યોજયું. તેમાં અલગ અલગ શાળાઓના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો - At This Time

વિંછીયા કુમારની તમામ શાળાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 યોજયું. તેમાં અલગ અલગ શાળાઓના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો


આજ રોજ જીસીઈઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી રાજકોટ પ્રેરિત સી.આર.સી વિંછીયા કુમારની તમામ શાળાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 યોજયું. તેમાં અલગ અલગ શાળાઓના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રેવાણિયા પ્રાથમિક શાળાના ધોરિયા અજય,
જાદવ આકાશ,
જાદવ હર્શિતા અને
મેર ભારતીએ વિભાગ - 2 પરિવહન અને પ્રત્યાયન તથા વિભાગ-4 ગાણિતિક નમૂના અને ગણનાત્મક વિચારણા માં પ્રથમ નંબર મેળવ્યો હવે આ શાળા તાલુકા કક્ષાએ વિછીયા કુમાર સી.આર.સી વતી પ્રતિનિધિત્વ કરશે.

આ તકે રેવાણિયા પ્રાથમિક શાળાના બાળકોને સી.આર.સી વિંછીયા કુમાર જસમતભાઈ દ્વારા તથા હાજર તમામ શિક્ષકો અને બાળકોએ અભિનંદન પાઠવ્યા હતા

અશરફ મીરા સૈયદ વિંછીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.