દેશમાં મોનસૂન ટ્રેકર:યુપીમાં 5 નદીઓમાં પૂર, 5 લાખ લોકો અસરગ્રસ્ત, 3 શહેરોમાં સ્કૂલો બંધ; બંગાળમાં 2ના મોત, MP-રાજસ્થાનમાં ભારે વરસાદનું એલર્ટ
ઉત્તરપ્રદેશમાં વરસાદને કારણે 21 જિલ્લાના 5 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. યમુના, ઘાઘરા, શારદા, સરયુ અને અજીર નદીઓ ભયજનક નિશાનને પાર વહી રહી છે. પ્રયાગરાજ, મિર્ઝાપુર અને ઈટાવામાં આજે સ્કૂલો બંધ છે. લખીમપુર ખીરીના 220 ગામો અને જાલૌનના 15થી વધુ ગામોમાં યમુનાના પાણી ફરી વળ્યા છે. વારાણસીમાં ગંગા ભયજનક નિશાનથી માત્ર 44 સેમી દૂર છે. 85 ઘાટ અને 2000 નાના-મોટા મંદિરો ડૂબી ગયા છે. નેપાળમાં ભારે વરસાદને કારણે બિહારની નદીઓમાં પણ ઉછાળો આવ્યો છે. પટનામાં ગંગાના જળસ્તર વધવાને કારણે ડાયરા વિસ્તારની 76 સ્કૂલોને 21 સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે. નાલંદામાં પણ જીરાયન નદીના જળસ્તરમાં વધારો થયો છે. પશ્ચિમ બંગાળના બીરભૂમ, બાંકુરા, હાવડા, હુગલી, ઉત્તર-દક્ષિણ 24 પરગણા, પૂર્વ-પશ્ચિમ મેદિનીપુર, પશ્ચિમ બર્ધમાન જિલ્લામાં પણ પૂર જેવી સ્થિતિ છે. રાજ્યમાં 24 કલાકમાં બે લોકોના મોત પણ થયા છે. મધ્યપ્રદેશ-રાજસ્થાન સહિત 13 રાજ્યોમાં એલર્ટ
મંગળવારે મધ્યપ્રદેશના 24થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 41 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદ કરતાં 10% વધુ છે, હવામાન વિભાગે કહ્યું કે આજે રાજસ્થાનના 22 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપ્યુ છે. આ સિવાય મધ્યપ્રદેશ અને હરિયાણા સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ બંગાળનો ઘણા ડેમ ભરાઈ ગયા, ઘણા વિસ્તારોમાં એલર્ટ
પશ્ચિમ બંગાળના 9 જિલ્લામાં પૂરના કારણે ઘણા ડેમ અને બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું છે. દુર્ગાપુર બેરેજમાંથી 1 લાખ 33 હજાર ક્યુસેક, કંગસાબતી ડેમમાંથી 40 હજાર ક્યુસેક, મૈથોન ડેમમાંથી 2 લાખ ક્યુસેક અને પંચેટ ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમની આસપાસના વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યોમાંથી વરસાદની 5 તસવીરો... 19 સપ્ટેમ્બરે 7 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આ વખતે ચોમાસું સામાન્ય કરતાં વધુ 16 દિવસ એક્ટિવ રહેશે ચોમાસું વધુ 16 દિવસ એક્ટિવ રહેવાનું કારણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.