એક લાખ વાહનોની જ્યાં રોજ અવરજવર થાય છે તે માધાપર ચોકડીએ હવે અંડરપાસ નહીં બને - At This Time

એક લાખ વાહનોની જ્યાં રોજ અવરજવર થાય છે તે માધાપર ચોકડીએ હવે અંડરપાસ નહીં બને


કરોડો રૂપિયા વાપરી નાખ્યા પછી આ કામમાંથી મુક્તિ આપવા CRP ઇન્ફ્રાસ્ટ્રક્ચરે કરેલી માગણી બાદ સરકારે પણ દરખાસ્ત મોકલવાનું કહેતા અનેક શંકા ઉપસ્થિત થઈ

ડેપ્યુટી મેયર સહિત 7 બિલ્ડરને ખાસ લાભ કરાવવા ઘડાયો કારસો

રાજકોટ શહેરના સૌથી વધુ દૈનિક 1 લાખ વાહનચાલકોના ટ્રાફિકથી ધમધમતા માધાપર ચોકડીએ ઓવરબ્રિજ અને અંડરપાસ માટે 2020માં રૂ.64.55 કરોડનું ટેન્ડર બહાર પાડ્યા બાદ એક વર્ષ પહેલાં મુખ્યમંત્રીના હસ્તે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું અને ત્યારબાદ અંડરપાસની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે તેવી અનેક વખત જાહેરાત કરાયા બાદ ડેપ્યુટી મેયર સહિત સાત બિલ્ડરને ખાસ લાભ કરાવવા માધાપર ચોકડીએ અંડરપાસ નહીં બનાવવાનો નિર્ણય અંદરખાને લેવાઇ ગયો છે અને તેના માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ ભરપૂર મદદ કરવામાં આવી રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે. અંડરપાસ માટેના સર્વિસ રોડ અને ભૂગર્ભ ગટર સહિતના કામો માટે રૂ.10 કરોડ વપરાઇ ગયા બાદ હવે આ કામમાંથી મુક્તિ આપવા માટે સીઆરપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરે પણ માગણી કરી છે અને સરકાર પણ કુલડીમાં ગોળ ભાંગી લેવાની ફિરાકમાં હોય તેમ રાજકોટની કચેરી પાસે તેનો અહેવાલ માગવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.