સંપૂર્ણ સ્વસ્થ પી એમ નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવતાં ડો. ભરતભાઈ બોઘરા - At This Time

સંપૂર્ણ સ્વસ્થ પી એમ નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવતાં ડો. ભરતભાઈ બોઘરા


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
વિશ્વભરમાં અનેકાએક ખાસ માન પામેલા દેશનાં પનોતાં પુત્ર અને ડાયનેમિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકદમ તંદુરસ્તી સાથે ગુજરાતની પાવન ધરતી પર આવી પોતાનો ૭૪ મો જન્મદિન ઉજવ્યો દરમિયાન સામાન્ય જનથી મહાનુભાવો સુધીના લોકોને હદયપૂર્વક મળ્યાં ત્યારે જસદણના લોકલાડીલા પુર્વ ધારાસભ્ય અને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા પણ નરેન્દ્રભાઈને મળી જન્મદિનની શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી. અત્રે નોંધનીય છે કે વડા પ્રધાનની ગુડબુકમાં સ્થાન ધરાવતાં ભરતભાઈનું ખાસ માન જાળવી નરેન્દ્રભાઈ જયારે રાજયનાં મુખ્યમંત્રી હતાં ત્યારે જસદણ અનેકવાર આવી જસદણ વીંછિયા પંથકમાં અબજો રૂપિયાના વિકાસના કામોને લીલી ઝંડી આપ્યાં. બાદ દેશના વડાપ્રધાન પદેથી પણ તેઓ આટકોટ પધારી કે ડી પરવાડીયા હોસ્પિટલને પોતાનાં હસ્તે ખુલ્લી મુકી ભરતભાઈ સાથેના સંબંધોને મજબુત બનાવ્યાં હતાં. ખાસ કરીને મોદી તેમનાં જન્મદિન નિમિત્તે પણ ભરતભાઈને દિલથી મળી ઉમળકા સાથે શુભેચ્છાનો સ્વિકાર કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.