કોડિનાર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
કોડિનાર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
-----------
નુક્કડ નાટક, બસ સ્ટેશનની સફાઇ થકી લોકોને જાગૃત કર્યા
------------
ગીર સોમનાથ, તા.૧૭: ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનાં ભાગરુપે શહેરમા ગંદકી અટકાવવા માટે તથા શહેર સ્વચ્છ રાખવા માટે કોડિનાર નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
સ્વચ્છ પખવાડિયા અંતર્ગત સ્કુલની વિદ્યાર્થિનીઓ દ્વારા લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે નુક્કડ નાટક દ્વારા સ્વચ્છતા અંગેનું મહત્વ સમજાવામાં આવ્યું હતું અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાઇ હતી.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જિલ્લા બ્રાન્ડ એમ્બેસેડર પ્રભાતસિંહ રાજપુત તથા મહાનુભાવો, કોડિનાર નગરપાલિકા સ્ટાફ, બસ સ્ટેશન સ્ટાફ દ્વારા બસ સ્ટેશનની સાફ-સફાઇ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કોડિનાર નગરપાલિકાનાં ચીફ ઓફિસર શ્રી વિનોદ રાઠોડ, મ્યુ.ગર્લ્સ હાઇસ્કુલનાં વિદ્યાર્થિનીઓ, કોડિનાર નગરપાલિકાના કર્મચારીઓ સહિતનાં જોડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.