લોઢવા ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીએ જણાવી પોતાના મનની વાત
લોઢવા ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીએ જણાવી પોતાના મનની વાત
-----------
મને આધાર કાર્ડ અપડેટ ત્વરિતપણે કરી આપવામાં આવ્યું : અરજદાર શ્રી મીનાબેન વાઢેર
-----------
ગીર સોમનાથ, તા.૧૭ : ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે જ સરકારની વિવિધ સેવાઓનો લાભ મળી શકે તે માટે સૂત્રાપાડા તાલુકાનાં લોઢવા ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદાર મીનાબેન વાઢેરે વિવિધ સેવાઓ પ્રત્યે પોતાનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
મીનાબેને પોતાનો પ્રતિભાવ આવતા જણાવ્યું હતું કે, સેવાસેતુ કાર્યક્રમમાં મારું આધાર કાર્ડ ત્વરીત અપડેટ કરી આપવામાં આવ્યું છે. હવે ઘર આંગણે જ આ પ્રકારની સેવાઓ મળી રહેતા અમારું કામ ખૂબ સરળતાથી અને ઝડપથી થઈ ગયું છે. આવી ઉત્તમ સેવાઓ બદલ હું જિલ્લા વહિવટી તંત્ર અને સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
ઉલ્લેખનીય છેકે, સેવાસેતુ કાર્યક્રમમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, આધાર કાર્ડ, રાશન કાર્ડ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક, અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના સહિતની સરકારની કલ્યાણકારી યોજનાની માહિતી અને સેવાઓ એક સ્થળ પરથી મળી રહે છે. જેથી અરજદારોને અલગ અલગ જગ્યાઓ પર જવાની આવશ્યકતા રહેતી નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.