વિરપુર તાલુકામાં.. હૈયામાં હરખ અને આંખોમાં આશુ સાથે ભકતોએ આપી બાપ્પાની વિદાય…
અનંત ચતુર્થીના દિવસે મહીસાગર જિલ્લામાં ગણેશ ભક્તો દ્વારા સ્થાપિત ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન યોજાયુ હતું ત્યારે વહેલી સવારથી જ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન શરૂ થયું છે. ભક્તો દ્વારા પોતાના ઘર,ઓફિસ અને પંડાલ ખાતે સ્થાપિત કરેલ નાની મોટી પ્રતિમાઓનું વહેલી સવારથી વિસર્જન શરૂ થયું છે. જિલ્લાના વિરપુર તાલુકાના નાના મોટા અંદાજીત ૬૦ થી ૭૦ જેટલી પ્રતિમાઓનું નદી તળાવ સહિતમા વિસર્જન કરવામાં આવ્યું હતું .ત્યારે ડેભારી ગામના વલ્લીચોક ખાતે બ્રાહ્મણો દ્વારા સ્થાપીત કરેલ ગણપતિનુ મહિસાગર નદી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો ડીજે ઢોલ નગારાના નાદ સાથે ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આના નાદ સાથે ભક્તિ ભાવ સાથે દાદાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.