જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા જાયન્ટ્સ સપ્તાહ ઉજવણી અંતર્ગત મુક્તિધામ ખાતે પર્યાવરણ શિબિર યોજાઈ - At This Time

જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા જાયન્ટ્સ સપ્તાહ ઉજવણી અંતર્ગત મુક્તિધામ ખાતે પર્યાવરણ શિબિર યોજાઈ


(અજય ચૌહાણ દ્વારા)
આંતરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન સંલગ્ન જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા જાયન્ટસ સપ્તાહ ઉજવણી અંતર્ગત બોટાદ મુક્તિધામ ખાતે પંડિત દીનદયાળ ન. પ્રા શાળા બોટાદ ના ૫૦ જેટલા વિદ્યાર્થીઓ ની પર્યાવરણ /પ્રકૃતિ શિબિર યોજાઈ આ પ્રસંગે મુક્તિધામ ના પ્રણેતા જાયન્ટ્સ ફેડરેશન યુનિટ ડિરેક્ટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા દ્વારા શ્રી ધન્વંતરિ ઔષધીય ઉપવન માં આવેલ દિવ્ય ઔષધીય વનસ્પતિ નો પરિચય અને ઉપયોગ વિશે સુંદર માહિતી આપેલ. અને વિદ્યાર્થીઓ ને વધુ વૃક્ષો વાવવા પર વ્યક્તવ્ય આપેલ. આ પ્રસંગે જાયન્ટસ સંસ્થા ના ઉપ પ્રમુખ અને જાયન્ટસ સપ્તાહ ઉજવણી કમિટી ના ચેરમેન દિલીપભાઈ ભલગામીયા , શિક્ષક શ્રી બીનાબેન પટેલ ઉપસ્થીત રહેલ. પર્યાવરણ જન જાગૃતિ સ્વચ્છતા અભિયાન અન્વયે વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર મુક્તિધામ પરિસર માંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.