કર્ણાટક સરકારે ગણપતિ બાપ્પાની ધરપકડ કરી?:ભારતના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું, જાણો સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોનું સત્ય
શું કર્ણાટક પોલીસે ભગવાન ગણેશની જ ધરપકડ કરી? ઘણા વેરિફાઈડ અને નોન વેરિફાઈડ યુઝર્સ સોશિયલ મીડિયા પર આવા દાવા કરી રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ રાજ્યની પોલીસે ગણેશજીની ધરપકડ કરી છે. વેરિફાઈડ એક્સ યુઝર શૈલેન્દ્ર શર્માએ પોતાના ટ્વિટમાં લખ્યું- ભારતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ રાજ્યની પોલીસે ગણેશજીની ધરપકડ કરી. હા, કર્ણાટકની કોંગ્રેસ સરકારની કોંગ્રેસ પોલીસે ગણેશજીની અટકાયત કરી હતી. હિન્દુઓ અપમાનિત થવા માટે જ કોંગ્રેસને કેમ મત આપે છે? ( આર્કાઇવ ટ્વિટ ) ટ્વિટ જુઓ: હમ લોગ We The People 🇮🇳 નામના એકાઉન્ટે તેના ટ્વીટમાં લખ્યું- કર્ણાટક પોલીસે ભગવાન ગણેશને હિન્દુ કાર્યકર્તાઓ સાથે કસ્ટડીમાં લીધા. મંડ્યાના નાગમંગલામાં ગણેશ શોભાયાત્રામાં કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાની નિંદા કરતા વિરોધને પગલે ધરપકડ કરવામાં આવી હતી. ( આર્કાઇવ ટ્વિટ ) ટ્વિટ જુઓ: પોતાને વ્યવસાયે પત્રકાર ગણાવતા કિકી સિંહે ટ્વીટ કર્યું- હવે કેટલા વિકાસની જરૂર છે? હવે ભગવાન ગણેશની પણ કર્ણાટક પોલીસે ધરપકડ કરી લીધી છે. અને કોંગ્રેસને વોટ આપો, આ જ દૃશ્ય ફરી દરેક શેરીઓમાં જોવા મળશે, આજે તેઓ ભગવાનની મૂર્તિ લઈ રહ્યા છે, કાલે તેઓ તમારી માતાઓ અને બહેનોને લઈ જશે. ( આર્કાઇવ ટ્વિટ ) ટ્વિટ જુઓ: શું છે વાઇરલ દાવાની સત્યતા? X પર વાઇરલ દાવાની તપાસ કરતી વખતે અમને પત્રકાર રણવિજય સિંહ દ્વારા એક ટ્વિટ મળ્યું. આ ટ્વીટમાં રણવિજયે કહ્યું હતું કે- કર્ણાટકમાં ગણેશજીની ધરપકડના સમાચાર સંપૂર્ણપણે ફેક છે. હકીકતમાં કેટલાક લોકો વિરોધ કરવા આવ્યા હતા અને ભગવાન ગણેશની મૂર્તિ પોતાની સાથે લાવ્યા હતા. ભગવાન ગણેશની મૂર્તિ તોડી શકાઈ હોત, તેથી પોલીસે મૂર્તિને પોતાની વાનમાં રાખી હતી. બાદમાં ધાર્મિક વિધિ સાથે તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું. હવે કર્ણાટક પોલીસ ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. ( આર્કાઇવ ટ્વિટ ) ટ્વિટ જુઓ: ખરેખર, તાજેતરમાં કર્ણાટકના નાગમંગલામાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા થઈ હતી. તેના વિરોધમાં બેંગલુરુના ટાઉન હોલ વિસ્તારમાં ભગવાન ગણેશની મૂર્તિ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ સમય દરમિયાન પોલીસે દેખાવકારોને કસ્ટડીમાં લીધા હતા, જ્યારે ગણેશજીની મૂર્તિને સાવચેતીના પગલા તરીકે પોલીસ વાનમાં રાખવામાં આવી હતી. DCP સેન્ટ્રલ ડિવિઝન બેંગલુરુએ આ ઘટના અંગે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, વહીવટીતંત્રે બાદમાં ભગવાન ગણેશની મૂર્તિનું સંપૂર્ણ વિધિ સાથે વિસર્જન કર્યું હતું. ( આર્કાઇવ ટ્વિટ ) ટ્વિટ જુઓ: અમને ન્યૂઝ 18 ની વેબસાઈટ પર પણ આ ઘટના સંબંધિત સમાચાર મળ્યા છે. (સમાચાર આર્કાઇવ લિંક). સમાચારમાં કહેવામાં આવ્યું છે- નાગમંગલામાં ગણેશ વિસર્જન દરમિયાન થયેલી હિંસા સામે બેંગલુરુના ટાઉન હોલમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું. આ દરમિયાન લોકોનું ટોળું ત્યાં એકત્ર થઈ ગયું હતું અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ વિરોધ પરવાનગી વિના કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે પોલીસે દેખાવકારોની અટકાયત શરૂ કરી હતી. વિરોધીઓ ભગવાન ગણેશની મૂર્તિ પણ સાથે લાવ્યા હતા. સમાચારમાં આગળ કહેવામાં આવ્યું છે કે, જ્યારે પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત શરૂ કરી, ત્યારે જાણવા મળ્યું કે ગણેશજીની મૂર્તિ જમીન પર પડી હતી, આ પછી એક પોલીસ અધિકારીએ તરત જ મૂર્તિને ઉપાડી લીધી અને તેને સુરક્ષિત સ્થાન પર રાખી, બાદમાં વિધિ પ્રમાણે મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તે સ્પષ્ટ છે કે ગણેશ મૂર્તિ અંગે કરવામાં આવેલો દાવો ભ્રામક અને ખોટો છે. બેંગલુરુમાં વિરોધ પ્રદર્શન દરમિયાન, વિરોધીઓ ભગવાન ગણેશની મૂર્તિ પણ લઈને આવ્યા હતા, જે બાદમાં પોલીસ દ્વારા લઈ જવામાં આવી હતી અને કાયદા અનુસાર વિસર્જન કરવામાં આવ્યું હતું. ખોટા સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને ઇ-મેલ કરો @fakenewsexpose@dbcorp.in અને 9201776050 આ નંબર પર વોટ્સએપ કરો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.