પત્રકાર એકતા પરિષદ ભાવનગર જિલ્લાનું અધિવેશન આગામી 22/9/24 ને રવિવારે અટલ બિહારી બાજપાઈ હોલ ખાતે યોજાશે - At This Time

પત્રકાર એકતા પરિષદ ભાવનગર જિલ્લાનું અધિવેશન આગામી 22/9/24 ને રવિવારે અટલ બિહારી બાજપાઈ હોલ ખાતે યોજાશે


અધિવેશન ના મુખ્ય મહેમાન યુવરાજ શ્રી જયવિરાજ સિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહેશે. દિલ્હી જવાનું કેન્સલ કરી કેન્દ્રીય મંત્રી નિમુ બેન બાંભણિયા તેમજ કોંગ્રેસ અધ્યક્ષ
શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહેશે. આગામી 22/9/2024 ને રવિવારે સવારે10/00 થી 2/00 કલાકે ભાવનગર જિલ્લા નું પત્રકાર એકતા પરિષદ નું અધિવેશન અટલ
બિહારી બાજપાઇ હોલ, મોતીબાગ, ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે.આ અધિવેશન માં જિલ્લા/ તાલુકા/ નગર/ ગામડા ના તમામ પત્રકારે ને ઉપસ્થિત રહીં ભાગ લેવા
પત્રકાર એકતા પરિષદ ભાવનગર આયોજન સમિતિ આમંત્રણ પાઠવે છે..આ અધિવેશન માં જિલ્લા ના અધિકારીઓ, રાજકીય આગેવાનો,ક્ષમાજ ના શ્રેષ્ઠીઓ,તેમજ
આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે..આ અધિવેશન માં ગુજરાત ભરમાંથી પ્રદેશ,ઝોન,જિલ્લા ને મહિલા વીંગ, લીંગલ વિંગ તેમજ તાલુકા ના હોદ્દેદારો પણ
ઉપસ્થિત રહેવાના છે.વિવમાં એક પણ પત્રકારો નું સંગઠન 5000 ની સંખ્યા ધરાવતું નથી ત્યારે 10000 પત્રકારો ને આ સંગઠન માં જોડી રેકોર્ડ કામગીરી કરેલ છે.આ એક
માત્ર સંગઠન શિસ્ત નો આગ્રહ રાખે છે,શિસ્તબદ્ધ સૈનિકો જેવા પત્રકારો નું બહુમાન,સન્માન જ્યારે સમાજના શ્રેષ્ઠીઓ કરવાના હોય ત્યારે એ પળ ના સાક્ષી થવા આવો
આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરી,કાર્યક્રમ ને સફળ બનાવીએ..અધિવેશન માં ઉપસ્થિત રહેનાર તમામ પત્રકારો ને સ્મૃતિ ભેટ સાથે સન્માનિત કરવામાં આવશે,અને
કટક્રમ ના અંતે " અન્ન ભેળાં એના મન ભેળાં" કહેવતને સાર્થક કરવા સ્વરુચી ભોજન લઇશું..આ જિલ્લા ના તાલુકાઓ ની સંગઠન સંરચના,સભ્યપદ ના ફોર્મની કામગીરી
પૂર્ણ થયેલ છે,તમામ ને સંગઠન ના ઓળખ કાર્ડ પણ આપનાર પ્રથમ જિલ્લો બન્યા નું ગૌરવ સાથે મળી લેશું..સમગ્ર અધિવેશન ને સફળ બનાવવા જુદી જુદી જગ્યાએ
મહેમાનો ના ઉતારા, કાર્યક્રમ માં ભોજન ની સુંદર વ્યવસ્થા, મહેમાનો નું સન્માન,વિશિષ્ઠ સેવા ના યોદ્ધાઓ નું સન્માન સાથે જ આયોજન કરેલ છે રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.