માર્કેટીંગ યાર્ડમાં ઓફીસમાં ચાલતી જુગાર કલબમાં દરોડો
માર્કેટીંગ યાર્ડની અંદર આવેલ વિવેક ટ્રેડીંગ નામની ઓફીસમાં ચાલતી જુગાર કલબમાં બી ડીવીઝન પોલીસે દરોડો પાડી પતા ટીંચતા બે વેપારી સહિત ચાર શખ્સોને દબોચી રૂા.71 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ સુધીર રાણાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હે.કોન્સ. કે.એન. જાડેજા અને કોન્સ. દેવેન્દ્રસિંહ ઝાલાને માર્કેટીંગ યાર્ડની અંદર મોમાઈ હોટલની પાછળ વિવેક ટ્રેડીંગ નામની ઓફીસમાં જુગારધામ ધમધમે છે તેવી મળેલ ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ઓફીસની અંદર પતા ટીંચતા બાબુ કચરા સગપરીયા (ઉ.60) (રહે. વિવેક ટ્રેડીંગ ઓફીસમાં મુળ વડોદરા) પરેશ ખીમજી સગપરીયા (ઉ.36) રહે. રામનગર શેરી નં.2 કોઠારીયા ચોકડી પાસે, દિનેશ ભાણજી ટીંબડીયા (ઉ.60) રહે. વાલકેશ્વર સોસાયટી શેરી નં.9 અને પરેશ વલ્લભ નડીયાપરા (ઉ.43) રહે. ન્યુ શકિત સોસાયટી શેરી નં.2ને પકડી રોકડ રૂા.39000 અને મોબાઈલ-4 મળી કુલ રૂા.71000નો મુદામાલ કબ્જે કર્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.