કાલાવડ રોડ પર ડ્રિમ પોઇન્ટ દુકાનમાંથી પ્રતિબંધિત સાત વેપો ઝડપાઈ: વેપારીની ધરપકડ
કાલાવડ રોડ પર ડ્રિમ પોઇન્ટ દુકાનમાંથી પ્રતિબંધિત સાત વેપો સાથે વેપારીની ધરપકડ કરી રૂ.20 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, એસઓજીના પીએસઆઇ આર.જે.કામળીયા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ ડાંગર અને ઉપેન્દ્રસિંહ ઝાલાને કાલાવડ રોડ, સેન્ટ મેરી સ્કુલ સામે પંચનાથ કોમ્પ્લેક્ષમા આવેલ ડ્રીમ પોઇન્ટ દુકાનમા પ્રકાશ ઉર્ફે શાહરુખ નારાયણદાશ પ્રતિબંધિત વેપનો જથ્થો પોતાની દુકાનમા રાખી વેંચાણ કરે છે.
તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી દુકાન માલિક પ્રકાશ ઉર્ફે શાહરૂખ નારાયણદાસ કેશરીયા (ઉ.વ.42),(ધંધો.વેપાર),(રહે- એવરેસ્ટ પાર્ક, શેરી નં-04 કાલાવાડ રોડ) ની અટક કરી સરકારએ નકકી કરેલ તમાકુ સેવનથી મનુષ્યના આરોગ્યને હાનિકારક નુકશાન થાય તેવી વૈજ્ઞાનીક ચેતવણીના ચીત્ર હોવી જોઇએ તે ચેતવણીના સ્ટીકરો વગરની પ્રતિબંધિત વેપોનો જથ્થો મળી આવતાં દુકાન માલિકની ધરપકડ કરી સાત વેપો રૂ.20 હજારનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મુંબઈથી વેપો રૂ.1500 માં લઇ આવી અહીં રૂ.2500 માં વેંચતો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.