બોક્સના ગોડાઉનમાં આગ લાગી, ફાયર બ્રિગેડે 200 મીટર દૂરથી પાણીનો મારો ચલાવ્યો
જુના રાજકોટમાં જ્યારે સાંકળી બજારોમાં આગ લાગે છે ત્યારે ફાયર વિભાગ માટે ભારે પડકાર જનક સ્થિતિ રહે છે. ગઈકાલે રાતે કોઠારીયાના નકા પાસે ખીજડા વાળા મામા દેવ વાડી શેરીમાં આવેલ એક પ્લાસ્ટિકના બોક્સ બનાવતા કારખાનામાં આગ લાગતા ફાયર વિકેટ દોડી ગયું હતું જોકે શેરી સાંકડી હોવાના કારણે 200 મીટર દૂરથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ બુજાવી નાખવામાં આવી હતી.
ગઈકાલે રાતે 9.14 વાગ્યા આસપાસ આ બનાવ બનેલો હતો. આશાપુરા બોક્સ નામની પેઢીમાં આગ લાગતા દોડધામ થઈ પડી હતી. ત્રણ ફાયર ફાયટરો દોડયા હતા. પ્લાસ્ટીકના બોકસ બનાવતા કારખાનામાં બીજે અને ત્રીજે માળે આગના લબકારા દેખાતા ફાયર બ્રિગેડને કોલ કરાતા કનક રોડ અને બેડી પરાથી કાફલો દોડયો હતો. સાંકડી શેરીમાં મોટી ગાડીઓ વળી નહિ શકતા 200 મીટર દૂરથી પાણીનો મારો ચલાવવો પડયો હતો.
બિલ્ડીંગ ખાલી હતું એટલે બીજી કોઈ મુશ્કેલી નડી નહોતી. આગ શોર્ટ સર્કિટથી લાગ્યાનું અનુમાન છે. ફાયર સેફટીને લઈ નોટિસ આપવામાં આવી હતી. આ ગોડાઉન માલિક કપિલભાઈ ધન્વંતભાઈ ચોકસી હોવાનું જાણવા મળેલ. અહીં પતરાનો ડુમ હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.