બોટાદ શહેર ખાતે ઈદ મીલાદ નિમિત્તે જુલુસમાં બંદોબસ્ત આવેલ પોલીસ નો આભાર વ્યક્ત કરી સાલ ઓઢાડી સન્માનિત કરાયા - At This Time

બોટાદ શહેર ખાતે ઈદ મીલાદ નિમિત્તે જુલુસમાં બંદોબસ્ત આવેલ પોલીસ નો આભાર વ્યક્ત કરી સાલ ઓઢાડી સન્માનિત કરાયા


(અસરફ જાંગડ દ્વારા)
ઈદની હર્ષઉલ્લાસ સાથે ઉજવણી કરી સમગ્ર વિશ્વને સદભાવના,એકતા, શાંતિ અને સ્ત્રી સન્માનનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તુફા સાહેબ (સ.અ.વ.)ના જન્મદિન ઇદ મિલાદુન્નબીની બોટાદના વિસ્તારો ખોજવાડી,જ્યોતિગ્રામ સર્કલ,હેઠલી શેરી જુમ્મા મસ્જિદ, સહિત સમગ્ર શહેરમાં ભારે શાનો-સૌકત આન-બાન-શાનથી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર ભવ્ય જૂલૂસો નીકાળવામાં આવ્યા હતા. જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. હુસેની કમિટી દ્વારા ખોજાવાડી ખાતેથી પરંપરાગત રીતે ઇદેમિલાદુન્નબીનું ભવ્ય જુલુસ શહેરના વિસ્તારોમાં નીકળ્યુ બોટાદ ટાઉન પોલીસ દ્વારા શાંતિ સમિતિ નું બેઠક તેમજ મોહલ્લા બેઠક વિગેરે આયોજન કરાયું હતું ત્યારબાદ જુલુસ ની અંદર મોટી સંખ્યામાં પોલીસ પ્રશાસન ટાઉન પોલીસ ઇન્સ્પેકટર ખરાડી સાહેબ/LCB પોલીસ ઇન્સ્પેકટર એ.જી..સોલકી , સીનીયર પોલીસ અરવિંદભાઈ સુવેરા, પ્રતિક ભાઈ સહીત, મનોજ બારૈયા સહિત દ્વારા ખૂબ જ સાથ સહકાર અને સહયોગ આપેલ હતો કમિટીના આગેવાનો દ્વારા પોલીસ પ્રશાસન નો આભાર વ્યક્ત કરી સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.