શિશુવિહાર બાળ પુસ્તકાલય પ્રવૃત્તિ અંતગર્ત સતત ૧૬ માં વર્ષે પ્રકૃતિ અને માનવ જીવન વિષયે ચિત્ર સ્પર્ધા - At This Time

શિશુવિહાર બાળ પુસ્તકાલય પ્રવૃત્તિ અંતગર્ત સતત ૧૬ માં વર્ષે પ્રકૃતિ અને માનવ જીવન વિષયે ચિત્ર સ્પર્ધા


શિશુવિહાર બાળ પુસ્તકાલય પ્રવૃત્તિ અંતગર્ત સતત ૧૬ માં વર્ષે પ્રકૃતિ અને માનવ જીવન વિષયે ચિત્ર સ્પર્ધા

ભાવનગર શિશુવિહાર બાળ પુસ્તકાલય પ્રવૃત્તિ અંતગર્ત સતત ૧૬ માં વર્ષે પ્રકૃતિ અને માનવજીવન વિષય પર તા.૨૯ સપ્ટેમ્બર રવિવાર ના રોજ સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ દરમિયાન સંસ્થા પ્રાંગણ માં ચિત્ર સ્પર્ધા યોજાશે આ સ્પર્ધા માં ભાવનગર ની કોઈ પણ શાળા માં અભ્યાસ કરતા ધોરણ ૬ થી ૧૨ ના વિધાર્થીઓ ભાગ લઈ શકશે.. સ્પર્ધા માં ચિત્ર માટે ૧૧ ઇંચ ઊંચાઈ તથા ૧૫ ઇંચ પહોળાઈ નો ડ્રોઈંગ પેપર સંસ્થા તરફ થી આપવામાં આવશે તથા રંગ અને નીચે રાખવાનું પેડ તથા અન્ય સામગ્રી વિધાર્થીએ સાથે લાવવાની રહેશે.. સ્પર્ધકે ચિત્ર આડું ( લેન્ડ સ્કેપ સાઈઝ) વોટર કે એક્રેલીક કલર માં કરવાનું રહેશે..સ્પર્ધા માં પસંદગી પામેલ ૨૪ વિદ્યાર્થીઓનો વર્કશોપ કરવામાં આવશે અને તે વિદ્યાર્થી નું નામ તથા તેનો ફોટો અને શાળા ના નામ સાથે કેલેન્ડર માં પ્રકાશિત કરવામાં આવશે... ભાવનગર ના બાળ ચિત્રકારો એ આ સ્પર્ધા માં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન માટે શ્રી રમેશ ભાઈ ગોહિલ મો.9427559875 તથા ડૉ.અશોક ભાઈ પટેલ મો.9428811003 પર સંર્પક કરવા અખબારી યાદી માં જણાવ્યું છે....

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.