સોમનાથ ટ્રસ્ટ 123મી બેઠક તા. ૧૬-૦૯-૨૦૨૪ શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટીમંડળની ૧૨૩મી બેઠક - At This Time

સોમનાથ ટ્રસ્ટ 123મી બેઠક તા. ૧૬-૦૯-૨૦૨૪ શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટીમંડળની ૧૨૩મી બેઠક


શ્રી સોમનાથ ટ્રસ્ટ 123મી બેઠક
તા. ૧૬-૦૯-૨૦૨૪

શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટીમંડળની ૧૨૩મી બેઠક રાજભવન, ગાંધીનગર ખાતે મળી હતી.

ટ્રસ્ટી મંડળની મીટીંગમાં નવા ટ્રસ્ટશ્રીની નિમણુંક, વાર્ષિક હિસાબો, યાત્રિ સુવિધા કેન્દ્ર, સંસ્કૃત પાઠશાળા ડેશબોર્ડ તેમજ ગણપતિજીના વિવિધ સ્વરૂપોની ઝાંખી લોકાર્પણ, માસ્ટર પ્લાન બાબતે ચર્ચા જેવા અનેક અગત્યના નિર્ણયો કરવામાં આવ્યા.

માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત શ્રી સોમનાથ ટ્રસ્ટી મંડળની બેઠક માનનીય અધ્યક્ષશ્રીના વડપણ હેઠળ મળતાં સૌ ટ્રસ્ટીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓની ખાલી પડેલી જગ્યાએ મફતલાલ ગૃપના યુવાન ઉદ્યોગપતિ, સદ્‍ગુરૂ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ચિત્રકુટના અધ્યક્ષશ્રી શ્રી વિશદ પદ્મનાભ મફતલાલ ની ટ્રસ્ટી તરીકે નિયુક્તિ કરવામાં આવી.
સોમનાથ ખાતે ટુરિઝમ વિભાગના સહયોગથી રીનોવેશન કરેલ “યાત્રી સુવિધા કેન્દ્ર” નું લોકાર્પણ દેશના માનનીય વડાપ્રધાનશ્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે કરવામાં આવ્યું.
દેશના માનનીય વડાપ્રધાનશ્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને ભેટમાં આપેલ 175 શ્રી ગણપતિજીની મૂર્તિઓની ગણેશસ્વરૂપ દર્શનની ઝાંખી શ્રી સોમનાથ ટ્રસ્ટના રામમંદિરના સભાગૃહમાં ગોઠવવામાં આવેલ છે. જેનું લોકાપર્ણ માનનીય વડાપ્રધાનશ્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ખુલ્લી મુકવામાં આવી.
શ્રી સોમનાથ ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોની શૈક્ષણિક પ્રગતિ તથા ગુરુજીઓનું શૈક્ષણિક કાર્યનું મૂલ્યાંકન વગેરે ઓનલાઈન ડેશબોર્ડના માધ્યમથી કરી શકાય તેમજ પાઠશાળાની રોજેરોજની માહિતી મેળવી શકાય તે માટે સંસ્કૃત પાઠશાળાના ડેશબોર્ડનો શુભારંભ દેશના માનનીય વડાપ્રધાનશ્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કરાવવામાં આવ્યો. આ ડેશબોર્ડના શુભારંભથી તમામ ટ્રસ્ટીશ્રીઓ સંસ્કૃત પાઠશાળાના શૈક્ષણિક કાર્ય અંગેની માહિતી ડેશબોર્ડ મારફત મેળવી શકશે.
શ્રી સોમનાથ તિર્થના સર્વાંગી વિકાસ અંગેના માસ્ટર પ્લાન બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી.
સ્થાનિક ફેરિયાઓને રોજગારી તેમજ ઉત્તમ પ્રકારની સુવિધા સાથેની દુકાન મળે તે માટે “હાટ” બનાવવા સ્થાનિક સ્વરાજ સંસ્થા (વેરાવળ-પાટણ નગરપાલિકા) ને જમીન ફાળવવા નિર્ણય કરવામાં આવ્યો. આ જમીનમાં ફેરિયાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી કન્ટેનરમાં લાઈટ, પાણી પ્લેટફોર્મ, રસ્તા, પીવાનું પાણી તેમજ ટોઈલેટ જેવી અદ્યતન સુવિધાઓ તેમજ યાત્રીઓને આરોગ્યપ્રદ અલ્પાહાર મળે તે પ્રકારનું ફુડ પ્લાઝા તૈયાર કરવામાં આવશે.
શ્રી સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહો, મંદિરો તેમજ વિવિધ જગ્યાઓમાંથી એકઠો કરવામાં આવતો પ્લાસ્ટિક વેસ્ટમાંથી પેવર બ્લોક બનાવવા માટે પર્યાવરણલક્ષી નિર્ણય કરવામાં આવ્યો અને ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવાનું નક્કી કરવામાં આવ્યું. જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા આર્થિક સહયોગ કરવામાં આવશે તેમજ ટેકનીકલ પાર્ટનર તરીકે ગુજરાત ગેસ પ્રાઇવેટ લિમિટેડ જોડાશે. તેઓ દ્વારા પ્લાન્ટના ઇન્સ્ટોલેશનથી લઈને પ્લાન્ટ ચલાવવા સુધીના મેનેજમેન્ટની જવાબદારી નિભાવશે અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સ્થાનિક રૂ. ૦૧ ના માસિક ભાડાથી જમીન તથા પ્લાન્ટને સંલગ્ન શેડ વગેરેની વ્યવસ્થા કરશે. આ પ્રોજેક્ટ માટે રૂ. ૭૧ લાખની આર્થિક સહાય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. આ કામગીરી શરૂ કરવાથી શ્રી સોમનાથ ટ્રસ્ટના પર્યાવરણ લક્ષી પ્રોજેક્ટમાં એક નવા પ્રોજેક્ટનો ઉમેરો થશે આ પ્રોજેક્ટથી પ્રેરણા લઈ અન્ય સંસ્થાઓમાં પણ પર્યાવરણલક્ષી કામગીરી કરવા જાગૃતતા આવશે.
બીચ ડેવલપમેન્ટ માટે પ્રવાસન વિભાગને જમીન ડેવલપમેન્ટ એગ્રીમેન્ટથી ફાળવવામાં આવશે. આ પ્રોજેક્ટ થવાથી સમુદ્રકિનારાની સુંદરતામાં વધારો થશે. સોમનાથ આવતાં યાત્રિકો માટે એક નવું નજરાણું ઊભું થશે.તથા સ્થાનિકોને નવી રોજગારી મળશે અને સમુદ્રથી નજીકની જમીનનું ધોવાણ થતું અટકશે.
શ્રી સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓના પગારના સેટલમેન્ટ મંજૂર કરી કર્મચારીઓના પગારમાં સરેરાશ ૨૯% જેટલો પગાર વધારો કરવામાં આવ્યો છે. વિશેષમાં કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે ટ્રસ્ટ દ્વારા રૂ. ૨ લાખથી ૭ લાખ જેવી રકમનો વીમો પણ લેવામાં આવ્યો છે.ચાલુ નોકરીના કર્મચારીઓ ઉપરાંત રિટાયર્ડ કર્મચારીઓને પણ રૂ.૧ લાખનો વીમાનો લાભ મળશે. માનનીય અધ્યક્ષ શ્રીના માર્ગદર્શનથી રૂ. ૧૫ લાખની રકમનો બફર વીમોપણ લેવામાં આવ્યો છે. જેથી કર્મચારીને લાંબી બીમારીમાં વિમાની રકમથી બમણી રકમનો લાભ પણ મળશે.
માનનીય અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે શ્રી સોમનાથ ટ્રસ્ટના ડિઝીટલ પ્લેટફોર્મમાં વિશેષ સુવિધાઓ ઉમેરાઈ છે.
૧. શ્રી સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગને ફાસ્ટેગ પાર્કિંગ કરવામાં આવ્યું છે. જેથી પાર્કિંગની સુવિધા ઝડપી તેમજ સરળ બની છે. તેમજ આવકમાં પણ વિશેષ વધારો થયો છે.
૨. કેશલેશ કાઉન્ટર (ડિઝીટલ કાઉન્ટર) શ્રી સોમનાથ મંદિરમાં સલામતીને કારણે મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ લઈ જવાની મનાઈ હોઈ ભક્તો ડિઝીટલ પેમેન્ટ કરી શકે તેમજ ડિઝીટલ પેમેન્ટને વેગ મળે તે માટે મંદિરની એન્ટ્રી બહાર ક્લોકરૂમ પાસે કેશલેશ કાઉન્ટરની સુવિધા શરૂ કરતા ભક્તો પૂજાવિધિ, પ્રસાદ તેમજ લેશર-શો ની ટિકીટ પણ આ કાઉન્ટરથી મેળવી શકશે.
દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના વૃક્ષારોપણના અંતર્ગત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ ટ્રસ્ટની વાંસોજ ખાતેથી જમીનમાં નારીયેળી વન તૈયાર કરવા ૧૬૦૦ થી વધારે નારિયેળીનું વાવેતર કરવામાં આવ્યું છે.
શ્રી સોમનાથ મંદિર આગળના દબાણો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દૂર કરાતાં તેમજ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની જૂની જર્જરીત ઈમારતો ઉતારી લઈ અંદાજિત ૩૩,૦૦૦ વર્ગ મીટર બિન ઉપયોગી અને દબાણ યુક્ત જમીન ખુલ્લી કરી એન્ટ્રી એક્ઝીટ સાથેની દર્શન માટેની નવી વ્યવસ્થા,પૂજા વિધિ, પ્રસાદી માટે ડિજિટલ કાઉન્ટર કલોકરૂમ,સ્વાગત કક્ષ જેવી વિશેષ સુવિધાઓ વિકસાવી માન.અધ્યક્ષશ્રી ની યાત્રી ફ્રેન્ડલી સુવિધાના સ્વપ્નને આગળ વધારવામાં આવી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.