પોરબંદર જિલ્લાના માધવપુર(ઘેડ) ગામે ભરડા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન - At This Time

પોરબંદર જિલ્લાના માધવપુર(ઘેડ) ગામે ભરડા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન


👁 ચક્ષુદાન-મહાદાન👁

પોરબંદર જિલ્લાના માધવપુર(ઘેડ) ગામમાં તા. 15/09/2024 ને રવિવાર,ભાદરવા સુદ બારસના રોજ સ્વ.પાર્થભાઈ રાજુભાઈ ભરડા,ઉ.વ.૧૮નું આકસ્મિક દુઃખદ અવસાન થયેલ છે, જેઓ રાજુભાઈ ગાંગાભાઈ ભરડાના પુત્ર થાય છે.

પાર્થભાઈના પિતા રાજુભાઈ દ્વારા આ કપરા દુઃખદ સમયે સામેથી ચક્ષુદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી આથી માંગરોળ ગૌ રક્ષા સેના સમિતિના અધ્યક્ષ સુરેશભાણ ખાચરએ શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીને જાણ કરતા, રાજેશભાઈ સોલંકીએ માધવપુર સરકારી હોસ્પિટલે મૃતકના બન્ને ચક્ષુ લઈ મુનિ સંત બાલાજી આઈ બેંક વેરાવળ,જિ.ગીર સોમનાથને આરેણા ગામના પાર્થભાઈ વાળા દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં.

આજના આ ચક્ષુદાનનો સ્વિકાર સંજીવની નેચર(માધવપુર બ્રાંચ)ના ટ્રસ્ટી પરેશભાઈ નિમાવત દ્વારા કરવામાં આવ્યો હતો.આ ચક્ષુદાન સમયે તેમના નજીકના સગા સબંધી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

આજના આ ચક્ષુદાન સમયે માધવપુર C.H.C. સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ.હેતલબેન ચાંદેગરાએ પૂર્ણ સાથ અને સહકાર આપ્યો હતો અને ચક્ષુ કલેક્શનમાં હાજર રહી જરુરી મદદ અને વ્યવસ્થા કરી આપી હતી.આ ઉપરાંત માંગરોળના ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગઠિયાના પુત્ર વિકાસભાઈ કરગઠિયાએ ચક્ષુદાન માટે જરુરી મદદ અને વ્યવસ્થા કરી સાથે સાથે આ દુઃખદ સમયે પરિવારને સાંત્વના આપી હતી અને મોડી રાત સુધી ત્યાં હોસ્પિટલે હાજર રહ્યા હતા.

રાજુભાઈના પુત્ર સ્વ.પાર્થભાઈનું ઈલેકટ્રિક શોક વાગતા આકસ્મિક અવસાન થયું હતું આ દુઃખદ સમયે તેમના પિતાશ્રીએ માધવપુર સરકારી હોસ્પિટલ ખાતે ડૉક્ટરશ્રી અને આગેવાનો સામે તેમના પુત્રનું અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.પરંતુ અંગદાન બ્રેઈનડેડ વ્યક્તિમાં જ થઈ શકે આથી શિવમ્ ચક્ષુદાનના માધ્યમથી ચક્ષુદાન થયું છે.

ભરડા પરિવારે ચક્ષુદાનનો આ પ્રેરણાદાયી નિર્ણય લઈને બે દ્રષ્ટિહીન બાંધવોને દ્રષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કરીને સમાજને નવો રાહ ચિંધેલ છે તેમના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.પાર્થભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે.

આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

ભરડા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,સ્વ.લક્ષ્મણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,ગીરનારી બ્લડ ગૃપ-જુનાગઢ,ભારત વિકાસ પરિષદ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,માંગરોળ ડોક્ટર એસોસિએશન, ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ તેમજ પ્રભાતફેરી ધૂન મંડળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ પાર્થભાઈના આત્માને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી....

મિત્રો આ તકે આપને જણાવી એ છીએ કે આપણા વિસ્તાર મા કોર્નિયા થી અંધ લોકો આપના ધ્યાનમાં હોય તો એમના ઓપરેશન પહેલા ની તપાસ કરી ને ઓપરેશન માટે ફીટ હોવી જોઈએ. મતલબ આ આંખ ના કોર્નિયાનું પ્રત્યારોપણ ત્યારે જ શક્ય બને છે કે એમના સ્નાયુ બિલકુલ સ્વસ્થ હોય, પડદો આંખનો ડેમેજ ન થયો હોય, આંખનું પ્રેશર નોર્મલ હોવું જરૂરી છે સાથે સાથે બી.પી., ડાયાબિટીસ વગેરે પણ જોવાતું હોય છે. આમ જે લોકો ને કોર્નિયા થી અંધ વ્યક્તિ હોય એમને ભારત કોર્નિયા અંધત્વ મુક્ત અભિયાન અંતર્ગત નેત્ર પ્રત્યારોપણ શક્ય હોય છે.આવી વ્યક્તિ ની જાણ કરવા વિનંતી છે જેથી એમને આપણે દ્ષ્ટિ ફરી થી અપાવી શકીએ છીએ.
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.