રાજકોટ સહિત સોમ-મંગળ બીજા કોઈ કાર્યક્રમ ન ગોઠવો માત્ર અરજદારોને જ સાંભળો, સંઘવી - At This Time

રાજકોટ સહિત સોમ-મંગળ બીજા કોઈ કાર્યક્રમ ન ગોઠવો માત્ર અરજદારોને જ સાંભળો, સંઘવી


રાજકોટ શહેર તા.૧૬/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ સહિત રાજ્યના પોલીસ મથકો ઉપરાંત કમિશનર, રેન્જ IG, અધિક પોલીસ કમિશનર, SP, DCP સહિતના અધિકારીઓને મળવા માટે અરજદારો કતારમાં બેઠા હોય છે. જો કે તમામ અરજદારો ઉપરોક્ત અધિકારીઓને મળી શકતાં ન હોવાથી નિરાશ થઈને પરત ફરે છે. આ પછી બીજો ધક્કો ખાય છે અને જો ત્યારે પણ ન મળે તો પછી છેક ગાંધીનગર સુધી પોતાની રજૂઆત લઈને જતા હોવાનું એક નહીં બલ્કે અનેકવાર બની ચૂક્યું છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા દરેક પોલીસ અધિકારીઓને દર સોમ-મંગળવાર દરમિયાન બેઠક સહિતના એક પણ કાર્યક્રમ ન યોજી વિવિધ પોલીસ મથકના PI માત્ર અરજદારોને મળવા અને સાંભળવાનો જ આગ્રહ રાખે, તેવો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આદેશ આપતાં જણાવાયું છે કે એકદમ જરૂરિયાત ઉભી થાય તો જ પોલીસ અધિકારીઓની બેઠક સોમ-મંગળવારે યોજવાની રહેશે અન્યથા કોઈ પ્રકારની બેઠક કે બીજા કોઈ કાર્યક્રમ ગોઠવવાના રહેશે નહીં. એકંદરે દરેક અરજદારોનું તેના સ્થાનિક સ્તરેથી જ નિરાકરણ આવી જાય તેવી વ્યવસ્થા નિર્માણ કરવાની રહેશે. આ માટે દરેક પોલીસ કમિશનર, રેન્જ IG, SP, DCP સહિતના અધિકારીઓને ચોક્કસ ધ્યાન રાખવાનું રહેશે. ખાસ કરીને એક પણ અરજદારને ગાંધીનગરનો ધક્કો ન થાય તેનું ધ્યાન રાખવા પણ આદેશ અપાયો છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.