રાજકોટ પોલીસ કમિશનરનો ‘નો-વેઇટિંગ’ નો આવકારદાયક અભિગમ,
રાજકોટ શહેર તા.૧૬/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા અરજદારોને લઈને એકદમ ચીવટતા રાખવામાં આવી રહી છે. તેઓના આવ્યા બાદ કોઈ પણ અરજદારને પરત ન જવું પડે તે પ્રકારે તેમણે ‘નો-વેઈટિંગ’ નો આવકારદાયક અભિગમ કર્યો છે. તેઓ કચેરીના સમય દરમિયાન અરજદાર માટે કાયમ ઉપલબ્ધ રહે છે અને તેમને વ્યવસ્થિત સાંભળ્યા બાદ લાગુ અધિકારીઓને સુચના પણ આપી રહ્યા છે. ગત શુક્રવારે જ એક અત્યંત અસક્ત વૃદ્ધા તેમના પરિવારજન સાથે પોલીસ કમિશનરને મળવા માટે આવ્યા હતા ત્યારે તેમને જરા પણ વિલંબ વગર તુરંત જ કમિશનર મળ્યા હતા અને પ્રશ્નનું નિરાકરણ લાવવા પ્રયાસ કર્યો હતો. અરજદારોની વધુ પડતી અવર-જવર હોય તો કમિશનર દ્વારા અન્ય કામ બાદમાં હાથ પર લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને તેઓ ભોજન પણ ઓફિસમાં જ લેવાનો આગ્રહ રાખતાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.