કોલકાતા રેપ-મર્ડર કેસ:CBI આજે SCમાં બીજો રિપોર્ટ રજુ કરશે, અગાઉના રિપોર્ટમાં અનેક ખુલાસા થયા હતા; કોર્ટે કહ્યું- મામલામાં ગોટાળા લાગે છે - At This Time

કોલકાતા રેપ-મર્ડર કેસ:CBI આજે SCમાં બીજો રિપોર્ટ રજુ કરશે, અગાઉના રિપોર્ટમાં અનેક ખુલાસા થયા હતા; કોર્ટે કહ્યું- મામલામાં ગોટાળા લાગે છે


કોલકાતા રેપ-હત્યા કેસમાં CBI સુપ્રીમ કોર્ટમાં આજે બીજો સ્ટેટસ રિપોર્ટ રજુ કરશે. તપાસ એજન્સીએ 9 સપ્ટેમ્બરે સુનાવણી દરમિયાન પહેલો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં અનેક ખુલાસા થયા હતા. રિપોર્ટમાં એવી વાત સામે આવી હતી કે કેસ સબંધીત દસ્તાવેજ ગુમ છે. આ અંગે કોર્ટે કહ્યું હતું કે આ મામલામાં ગોટાળા લાગે છે. કોર્ટે રાજ્ય સરકારને મિસિંગ ડોક્યુમેન્ટ રજુ કરવાના આદેશ આપ્યા હતા. CBIના પ્રથમ સ્ટેટસ રિપોર્ટ વિશે 3 મહત્વની વાતો... CBI તપાસમાં અત્યાર સુધી શું થયું... 14 સપ્ટેમ્બર: CBIએ RG કર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલની ધરપકડ કરી
કોલકાતા રેપ-હત્યા કેસમાં 14 સપ્ટેમ્બરે RG કાર કૉલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને એક પોલીસ સ્ટેશનના SHO અભિજીત મંડલની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પર પુરાવા સાથે ચેડા કરવાનો આરોપ છે. અભિજીત મંડલ તાલા પોલીસ સ્ટેશનમાં સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) તરીકે તહેનાત છે. બંનેને 17 સપ્ટેમ્બર સુધી CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આરજી કર કેસમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાના બીજા દિવસે કોલકાતા પોલીસે આરોપી સંજય રોયની ધરપકડ કરી હતી.
​​​​​ 5 સપ્ટેમ્બર: તપાસમાં ખુલાસો- ઘટનાના બીજા દિવસે ઘોષે રિનોવેશનનો આદેશ આપ્યો હતો CBIની તપાસમાં જાણવા મળ્યું હતું કે સંદીપ ઘોષે ટ્રેઈની ડૉક્ટરનો રેપ-હત્યાના બીજા દિવસે સેમિનાર હોલની બાજુમાં આવેલા રૂમના રિનોવેશનનો આદેશ આપ્યો હતો. ડોક્ટરનો મૃતદેહ 9 ઓગસ્ટની સવારે સેમિનાર હોલમાં મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, CBIને એવા દસ્તાવેજો મળ્યા છે જે પુષ્ટિ કરે છે કે સંદીપ ઘોષે 10 ઓગસ્ટે રાજ્યના જાહેર બાંધકામ વિભાગ (PWD)ને સેમિનાર હોલની બાજુમાં આવેલા રૂમ અને શૌચાલયનું રિનોવેશન કરવા માટે પત્ર લખ્યો હતો. આ મંજુરી પત્ર પર ઘોષની સહી પણ છે. PWD સ્ટાફે સેમિનાર હોલની બાજુમાં આવેલ રૂમનું રિનોવેશન શરૂ કર્યું હતું. જો કે, કોલેજના વિદ્યાર્થીઓએ આ મામલાને લઈને મોટા પાયે વિરોધ કરવાનું શરૂ કર્યું, જેના કારણે ત્યાં રિનોવેશનનું કામ અટકાવી દેવામાં આવ્યું. તપાસ અધિકારીઓનું કહેવું છે કે રિનોવેશન પત્ર પરથી સ્પષ્ટ થાય છે કે ઘોષ આ કામ કરાવવાની ઉતાવળમાં હતા, તેથી આ દસ્તાવેજ રેપ-હત્યાના કેસ અને આરજી કર કોલેજમાં નાણાકીય ગોટાળાના કેસ વચ્ચેની કડીને જોડવામાં મદદ કરી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.