તારીખ 14/9/2024 ના રોજ લોક અદાલત હોય જેના ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં કુલ 41 ભોગ બનનાર અરજદાર ના ફૂલ 10,96,539 પરત મેળવવા માટે કોર્ટમાં અરજીઓ કરાવતું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોટાદ
(અજય ચૌહાણ દ્વારા)
મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી કે.એફ.બળોલીયા, સાહેબ બોટાદ તથા નાયબ પો.અધિક્ષક શ્રી મહર્ષી રાવલ સાહેબ બોટાદ વિભાગ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, બોટાદ જિલ્લામાં એ.ટી.એમ. ફ્રોડ, લોન-લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફ્રોડ આર્મિના નામે OLX/ ફેસબૂક/ઇનસ્ટાગ્રામ એડ માંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, બોટાદ ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે. માહે ૦૯/૨૦૨૪ના તા-૧૪/૦૯/૨૦૨૪ રોજ લોક અદાલતનુ આયોજન હોય અને સાયબર ક્રાઇમનો ભોગ બનેલ અરજદારના બ્લોક થયેલ નાણાંને લોક અદાલત દ્વારા રીફંડ કરાવવાની કામગીરીની ઝુંબેશ તા-૨૭/૦૮/૨૦૨૪ થી ૧૩/૦૯/૨૦૨૪ સુધી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોટાદ દ્વારા ચલાવેલ હોય અને અરજદારના હોલ્ડ થયેલ રકમ વાળી કુલ-૪૧ અરજીઓનો નિકાલ કરી સ્ટેટ સાયબર રીફંડ પોર્ટલ પર જીલ્લાની પેંડીગ કામગીરીનો પુરો નિકાલ છે. ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં ભોગ બનનારના કુલ-૪૧ અરજીઓમાં ફ્રોડમાં ગયેલ રકમ ૧૦,૯૬,૫૩૯/- (દસ લાખ છનુ હજાર પાંચસો ઓગણ ચાલીસ પુરા) પરત અપાવવા માટે કોર્ટમાં અરજીઓ દાખલ કરાવી કોર્ટ ઓડર મેળવવા માટે કામગીરી કરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.