પત્નીના ફોનમાંથી પુરુષોના નંબર લઇ તેની સામે પતિ પોલીસમાં અરજી કરાવતો - At This Time

પત્નીના ફોનમાંથી પુરુષોના નંબર લઇ તેની સામે પતિ પોલીસમાં અરજી કરાવતો


શહેરમાં વધુ એક પરિણીતાએ પતિના ત્રાસ સામે પોલીસનું શરણું લીધું હતું. શંકાશીલ પતિ મારકૂટ કરતો હતો અને પત્નીના મોબાઇલમાં જે પુરુષના નંબર હોય તેના પર શંકા કરી તેની સામે પોલીસમાં અરજી કરાવી પરેશાન કરતો હતો.

રેસકોર્સ વિસ્તારના શિવાલય બ્લોકમાં માસીના ઘરે રહેતી ખુશ્બુ ત્રાડા (ઉ.વ.34)એ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ મનહર ઉર્ફે મયૂર રવજી ત્રાડાનું નામ આપ્યું હતું. ખુશ્બુએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 11 જુલાઇ 2023ના મનહર ત્રાડા સાથે થયા હતા. ખુશ્બુ અને મનહર બંને અલગ જ્ઞાતિના હતા. ખુશ્બુ અગાઉ બે વર્ષ મનહર સાથે લિવઇનમાં રહી હતી અને બાદમાં બંનેઅે લગ્ન કરી લીધા હતા.

લગ્નના એક મહિના બાદ પતિ-પત્ની વચ્ચે માથાકૂટ શરૂ થઇ ગઇ હતી. મનહરને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હતા જેથી તે ખુશ્બુને મારકૂટ કરતો હતો. મનહર પત્ની ખુશ્બુનો મોબાઇલ લઇ તેમાંથી પુરુષોના નંબર કાઢી તે નંબર પર ખુશ્બુનું નામ દઇને વાતચીત કરતો હતો અને થોડા દિવસ બાદ તે વ્યક્તિ સામે ખુશ્બુ પાસે પરાણે પોલીસમાં અરજી કરાવતો હતો અને પોતે જ્યારે બહાર જતો ત્યારે ઘરને તાળું મારી પત્નીને પૂરીને જતો હતો. આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.