હિંમતનગર પરબડાના નઝીર હુસેનને પોલીસ વતી ગાડીઓ ના હફ્તા ઉઘરાવતા એસીબી એ દબોચ્યો.
*હિંમતનગર પરબડાના નઝીર હુસેનને પોલીસ વતી ગાડીઓ ના હફ્તા ઉઘરાવતા એસીબી એ દબોચ્યો.
હિંમતનગર શહેર ને અડીને આવેલ પરબડા માં રહેતો નઝીર હુસેન ઉર્ફે લાલો પોલીસ વતી પેસેન્જર ગાડીઓ ના ઉઘરાણા કરતો હોવાની ફરિયાદ મળતા ગાંધીનગર એ સી બી એ છટકું ગોઠવી 2000 ની લાંચ લેતા મોતીપુરા પાસેથી ઝડપી પાડ્યો હતો. હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે ખાનગી વાહનો થી પેસેન્જર ને બેસાડી ફેરા મારવામાં આવતા હોય છે જેથી સરકારી બસ ને આવક માં ઘટાડો થતા નુકસાન જતું હોય છે છતાં પણ પોલીસ તેમજ આર ટી ઓ ની રહેમ નઝર હેઠળ આ બધું થતું હોવાની વાતો ચર્ચાઈ રહી છે, હિંમતનગર મોતીપુરા તેમજ બસ સ્ટેન્ડ પાસે ખાનગી વાહનો બેફામ રીતે કાયદાનું ઉલ્લધન કરી મર્યાદા થી વધુ પેસેન્જરો ભરી બેદરકારી થી વાહનો હંકારતા હોય છે, જેમાં લોકો ની જાન જવાનો ખતરો હોય છે ભૂતકાળ માં પણ આવા બનાવો બનેલા હોવા છતાં જવાબદારો અહીં લગામ લગાવવાના બદલે શહેરીજનો ને બાઈક તેમજ કાર માં કોઈને કોઈ બહાના હેઠળ મેમાં આપવામાં વ્યસ્ત છે,
*મોહરો બની ગયો એક સામાન્ય માણસ નઝીર હુસેન ઉર્ફે લાલો. એ વાત મીડિયા માં જણાવાઈ રહ્યું છે તો કયા પોલીસ વતી હપ્તા ઉઘરાવતો હતો તો શું તેઓ કોણ છે જે એક વહીવટદાર ને રોકી આવું ગેરકાયદેસર કામ. પરદા પાછળ રહી કરાવતા હતા? શું આની તપાસ થશે ? એ લોકો માં ચર્ચા થઇ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.