જિલ્લાના શાળાએ જતા બાળકોનું ઈ કેવાયસી કરવા ખાસ ઝુંબેશ - At This Time

જિલ્લાના શાળાએ જતા બાળકોનું ઈ કેવાયસી કરવા ખાસ ઝુંબેશ


*જિલ્લાના શાળાએ જતા બાળકોનું ઈ કેવાયસી કરવા ખાસ ઝુંબેશ*

સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ૧૦૦ % શિષ્યવૃત્તિ મળે તે માટે જિલ્લા કલેકટર શ્રી ડો રતનકવર ગઢવીચારણના માર્ગદર્શનમાં ઈ કેવાયસીની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
હાલ સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે શિષ્યવૃત્તિની ડિજિટલ કામગીરી ચાલી રહી છે. આ વખતે કેટલીક શિષ્યવૃત્તિ માટે આધારકાર્ડ તથા રેશનીંગ કાર્ડમાં ઇ કેવાયસી ફરજિયાત છે. જેથી જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી, આધાર કાર્ડની કામગીરી કરતી નોડલ એજન્સી અને શિક્ષણ વિભાગ સાથે સંકલન કરી આવા બાળકોની વિગતો મંગાવી ત્રણેય વિભાગોના સહિયોગ અને સંકલન થકી જિલ્લામાં સો ટકા શિષ્યવૃત્તિના લક્ષ્યાંક હાંસલ કરવા કામગીરી હાથ ધરાઇ છે. જે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારીશ્રી દ્વારા તમામ TPEO, BRC અને CRC ને લાભાર્થી બાળક આ લાભથી વંચિત ન રહે તે માટે સૂચિત કરી આ એક ખાસ ઝુંબેશ થકી ૧૦૦ % કામગીરી પૂર્ણ કરવા માટે સુચારુ આયોજન કરાયું છે.

જે અંતર્ગત બાળક રેશનકાર્ડ તથા આધાર કાર્ડ લઈ ગ્રામ પંચાયતના VC પાસે જવાથી VC લિંકિંગ ની કામગીરી કરી આપશે. VC ને સૂચના અપાઈ ગઈ છે. જે દિવસે બાળકને સૂચના અપાય તેના આગલા દિવસે વીસીનો કોન્ટેક્ટ શાળાના મુખ્ય શિક્ષક કરાશે. વધુમાં જેના નામ રેશનકાર્ડ ની અંદર ઉમેરવાના છે તે પણ વીસી દ્વારા સરકારશ્રીના નીતિ નિયમ મુજબ ફી ચૂકવવાથી તે પણ થઈ જશે. ઈ કેવાયસી માટે કોઈપણ પ્રકારનું ચુકવણું કરવાનું નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.