બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મોડાસા ખાતે જલ જીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવી. - At This Time

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મોડાસા ખાતે જલ જીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવી.


અરવલ્લી જિલ્લાના મોડાસાના બાયપાસ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે જલજીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવી. મંદિર ખાતે આવેલ બગીચામાં પ્રમુખસ્વામી સરોવર બનાવવામાં આવ્યું હતું. પૂજ્ય સંતો દ્વારા સૌપ્રથમ મહાપુજા કરાવવામાં આવી હતી. ત્યાર પછી પ્રમુખસ્વામી સરોવરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજને નૌકા વિહાર કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સંતો હરિભક્તો દ્વારા અક્ષરપુરુષોત્તમની પાંચ આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સંતો હરિભક્તોએ પ્રમુખસ્વામી સરોવરમાં પવિત્ર જળમાં સ્નાન કર્યું હતું.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.