એક પેડ માં કે નામ અંતર્ગત તલોદ તાલુકા નો ૭૫ મો વન મહોત્સવ કાર્યક્રમ પુંસરી હાઈસ્કૂલ ખાતે યોજાઈ ગયો - At This Time

એક પેડ માં કે નામ અંતર્ગત તલોદ તાલુકા નો ૭૫ મો વન મહોત્સવ કાર્યક્રમ પુંસરી હાઈસ્કૂલ ખાતે યોજાઈ ગયો


*એક પેડ માં કે નામ અંતર્ગત તલોદ તાલુકા નો ૭૫ મો વન મહોત્સવ કાર્યક્રમ પુંસરી હાઈસ્કૂલ ખાતે યોજાઈ ગયો*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

તલોદ તાલુકા નો ૭૫ મો વન મહોત્સવ કાર્યક્રમ તલોદ તાલુકા ના પુંસરી હાઈસ્કૂલ ખાતે યોજાઈ ગયો .આ કાર્યક્રમ માં દરેક મહેમાનો નું સ્વાગત એક વૃક્ષ આપી કરવામાં આવ્યું હતું.તેમજ સ્કૂલ ની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષ ના રથ ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લા પંચાયત ના પ્રમુખ ભારતીબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.તેમની સાથે પ્રાંતિજ-તલોદ ના લોક લાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર,વિસ્તરણ રેન્જ ના અધિકારી શ્રી એમ આર માલમ સાહેબ,તલોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ડો દશરથસિંહ વી ઝાલા,રેખાબા ઝાલા,મહેન્દ્રભાઈ પટેલ, વી ડી ઝાલા ,પુંસરી તાલુકા પંચાયત સદસ્ય વતી મહેશસિંહ એમ પરમાર, પુંસરી હાઈસ્કૂલ કેળવણી મંડળ ના પ્રમુખશ્રી યશવંતભાઈ પટેલ, મંત્રી અરૂણભાઇ પટેલ, ફોરેસ્ટ અધિકારી ચૌધરી સાહેબ તેમજ હાઇસ્કુલ સ્ટાફ અને બાળકો હાજર રહ્યા હતા આ પ્રોગ્રામમાં ધારાસભ્યશ્રી અને સાબરકાંઠા જિલ્લા પ્રમુખ બેન દ્વારા પુંસરી ગામમાં વિકાસના કામોની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાવળ સમાજ ,બારોટ સમાજમાં ,બ્રાહ્મણ સમાજમાં, સ્વામિનારાયણ મંદિર ,કડવા પટેલ સમાજ ,અને પુંસરી ના પેટાપરા ભરાડીયા ખાતે વિકાસના કામો માટે જાહેરાત કરેલ હતી.આ કાર્યક્રમ ને સફળ બનાવવા પુંસરી હાઈ સ્કુલ સ્ટાફ તેમજ બાળકોએ જહેમત ઉઠાવી હતી. આભાર વિધિ હાઈ સ્કૂલના શિક્ષક સોલંકી સાહેબે કરી હતી.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.