વેરાવળ નગરપાલિકા દ્વારા ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાના મરામતની કામગીરી કરાઈ - At This Time

વેરાવળ નગરપાલિકા દ્વારા ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાના મરામતની કામગીરી કરાઈ


વેરાવળ નગરપાલિકા દ્વારા ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાના મરામતની કામગીરી કરાઈ
---------------
ગીર સોમનાથ, તા.૧૪: જિલ્લામાં વેરાવળ નગરપાલિકા વિસ્તારમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય તે માટે વેરાવળ નગરપાલિકાની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામતની કામગીરી કરવામાં આવી હતી.

વેરાવળ શહેરમાં રાહદારીઓને અગવડતા ન પડે તે માટે ૬૦ ફૂટ રોડ, ૮૦ ફૂટ રોડ, શંખ સર્કલ, જલારામ રીંગ રોડ સહિતના શહેરનાં વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.