માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોડિનાર તાલુકામાં રોડ પર પેચવર્કની કામગીરી - At This Time

માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોડિનાર તાલુકામાં રોડ પર પેચવર્કની કામગીરી —————


માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોડિનાર તાલુકામાં રોડ પર પેચવર્કની કામગીરી
---------------
ગીર સોમનાથ, તા.૧૪: સમગ્ર જિલ્લામાં વરસાદના કારણે અસરગ્રસ્ત રોડ-રસ્તાના કારણે સામાન્ય નાગરિકોને હાલાકી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા સઘન કામગીરી શરૂ છે. જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પેચવર્ક, રસ્તાઓના રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.

ગીર સોમનાથ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કોડિનાર તાલુકાના જુદા જુદા વિસ્તારોનાં માર્ગો પર પડેલા ખાડાઓમાં ડામર પેચવર્ક કરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.

કોડિનાર તાલુકાના વડનગર-કંટાળા રોડ પર તેમજ અરણેજ-સાંઢણીધાર, પાવટી પરના અસરગ્રસ્ત રસ્તાઓના રીપેરીંગની કામગીરી થઈ રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેટલવર્ક અને પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. આમ, વરસાદના વિરામ બાદ નાના-મોટા માર્ગોનું મરામત કામ વહેલીતકે પૂર્ણ કરવા વહીવટી તંત્રએ પ્રતિબદ્ધતા દાખવી છે.

૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.