વિરપુરના પંડીત પરીવાર અંબાજી જતા પદયાત્રીઓ માટે છેલ્લા ૧૬ વર્ષથી વડાલી ખાતે વિસામો ચલાવે છે…
દાળ,ભાત,રોટલી,શાક તેમજ મોબાઈલ ર્ચાજીંગ,ગાદલા સહિતનુ પદયાત્રીઓ માટે નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે...
અંબાજી ખાતે 18મીએ ભાદરવી પૂનમ છે જેને લઈને રાજ્ય અને રાજ્ય બહારથી પદયાત્રીઓ રથ સાથે અંબાજી જાય છે ત્યારે સાબરકાંઠા જીલ્લામાં થઈને અંબાજી જાય છે ત્યારે ઠેર ઠેર સેવા કેમ્પો કરવામાં આવ્યા છે ત્યારે મહિસાગર જીલ્લાના વિરપુર નગરના પંડિત પરીવાર દ્વારા વડાલી ખાતે ૧૬ વર્ષથી નિસ્વાર્થ ભાવે પદયાત્રીઓ માટે વિસામો ચલાવે છે પગપાળા જતા પદયાત્રીને માતાના દર્શનાર્થે સમયે રસ્તામા ભુખ્યા તરસ્યા ન રહે તે માટે પંડિત પરીવાર મહાપ્રસાદ જમાડવામાં આવે છે જે ૭ દિવસ ચાલશે ૧૫ સપ્ટેમ્બરે પૂર્ણ થશે ત્યારે પંડીત પરીવાર સભ્યો સાથે મળીને સુંદર આયોજન કર્યું છે ઉપરાંત આ ભવ્ય વિસામામા ગાદલા અને પંખા સહિત આરામ કરવાની સુવિધા તેમજ ચા નાસ્તો,મિનરલ પીવાનું પાણી, મોબાઈલ ર્ચાઝિંગ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે આ વિસામામા લાભ લેતા ભક્તો અને પદયાત્રીઓ જય અંબે અને જય માતાજીના નારા લગાવ્યા બાદ પ્રસાદ ગ્રહણ કરે છે. રોજ બપોરના સમયે દાળ,ભાત,રોટલી,શાક, મીઠાઇ સહિતનુ જમવાનું ત્યાર બાદ ચા-કોફી અને સાંજે જમવાનુ આપવામાં આવે છે વિરપુરના પંડીત પરીવાર છેલ્લા ૧૬ વર્ષથી અવીરત પણે વડાલી ખાતે માં અંબાના દર્શનાર્થે જતાં ભક્તોને નિસ્વાર્થ ભાવે પ્રસાદ સ્વરૂપે જમવાનું પીરસવામાં આવી રહ્યું છે ત્યારે આ પંડીત પરીવારની અનોખી સેવાને લોકોએ બીરદાવી હતી...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.