રાજકોટ મહાનગરપાલિકાએ ૮ સ્થળોએ ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા કરાઈ.
રાજકોટ શહેર તા.૧૪/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેરમાં વિવિધ જગ્યાએ અને ઘરેલુ ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામા આવેલ, જેનું તા.૧૭/૯/૨૦૨૪ ના રોજ ગણેશજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવનાર છે. ગણેશ વિસર્જન અંગે જાહેર હિત અને સલામતિ વ્યવસ્થાના હેતુસર નીચે મુજબના સ્થળોએ વિસર્જન કરવા જાહેર જનતાને અનુરોધ છે. ગણેશ વિસર્જન સ્થળ (૧) આજીડેમ ઓવરફ્લો પાસે ખાણ નં.૧, (૨) આજીડેમ ઓવરફ્લો પાસે ખાણ નં.૨, (૩) આજીડેમ ઓવરફ્લો ચેક ડેમ, (૪) પાળ ગામ, જખરાપીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ, (૫) ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ ખાણમાં જામનગર રોડ, (૬) રંગપર ડેમ પાસે આવેલ કોઝ વે. જામનગર રોડ, (૭) બાલાજી વેફર્સની સામે વાગુદળ પાટીયા પછીના પુલ નીચે કાલાવડ રોડ, (૮) એચ.પી.ના પેટ્રોલ પમ્પ સામે, રવિવારી બજાર વાળુ ગ્રાઉન્ડ આજીડેમ પાસે ભાવનગર રોડ. ઉપરોકત સ્થળોએ ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા સલામતિની દ્રષ્ટીએ ૮ સ્થળોએ ક્રેન, રેસ્ક્યુ બોટ, એમ્બ્યુલન્સ અને લાઇફ બોયા, લાઇફ જેકેટ સાથે સ્ટેશન ઓફિસર, લીડીંગ ફાયરમેન, ફાયરમેન સહિત વ્યક્તિઓનો સ્ટાફ સવારે ૭ થી રાખવામાં આવેલ છે. દરેક સ્થળે બેરીકેટ લગાવી કાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા વિસર્જન કરવામાં આવશે. લોકોને તેમના હાથે વિસર્જ કરવા દેવામા આવશે નહી. વિસર્જન સ્થળ પર મુર્તિ પધરાવવાની થાય ત્યારે સ્થળ પર પહોચ્યા બાદ ફાયર સ્ટાફને મુર્તિ સોંપી દેવાની રહેશે. આ તમામ વ્યવસ્થામાં સહકાર આપવા શહેરીજનોને અપીલ છે. વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ ઉપરોક્ત આઠ સ્થળો સિવાયના અન્ય કોઈ સ્થળે ગણેશ વિસર્જન નહીં કરવા મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને જાહેર અનુરોધ કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.