દેશમાં મોનસૂન ટ્રેકર:MPમાં 4 નદીઓમાં પૂર, 100 ગામોનો સંપર્કવિહોણાં થયા; ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે 200 રસ્તાઓ બંધ, ચારધામ યાત્રા અટકી
મધ્યપ્રદેશના ગ્વાલિયર-ચંબલમાં આસન, ક્વારી, સિંધ અને ચંબલ નદીઓ વહેતી થઈ છે. અનેક જગ્યાએ પુલો ઉપરથી પાણી વહી રહ્યા છે. જેના કારણે 100થી વધુ ગામો સંપર્કવિહોણાં થઈ ગયા છે. મુરેનામાં ભારે વરસાદના કારણે ટ્રેક્ટર-ટ્રોલી નાળામાં પડી હતી. તેમાં 3 લોકો તણાઈ ગયા હતા. એકને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય બેની શોધ ચાલુ છે. તેમજ, ધર્મપુરામાં 6 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું. ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જાલૌન, મહોબા, લલિતપુરમાં નદીઓમાં પૂર આવ્યું છે. ઝાંસીમાં 3 દિવસમાં 267mm વરસાદ નોંધાયો છે. બીજી તરફ ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગંગા, કોસી અને કાલી નદીઓમાં પૂર આવ્યું છે. પ્રશાસને લોકોને નદી કિનારે ન જવાની અપીલ કરી છે. ભૂસ્ખલનને કારણે 200 રસ્તાઓ પણ બંધ છે. ચારધામ યાત્રા રોકી દેવામાં આવી છે. દેશભરમાંથી વરસાદની 6 તસવીરો... 19-25 સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાની વિદાયની શક્યતા
હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 19 અને 25 સપ્ટેમ્બરની વચ્ચે વિદાય લઈ શકે છે. સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરથી ઉત્તર પશ્ચિમ ભારતમાંથી ચોમાસું વિદાય લેવાનું શરૂ કરે છે. સમગ્ર ભારતમાં ચોમાસાની સિઝન 15 ઓક્ટોબર સુધીમાં પૂરી થાય છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 1 જૂનથી શરૂ થયેલી ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં દેશમાં 836.7 મીમી વરસાદ નોંધાયો છે. આ દરમિયાન સામાન્ય વરસાદ (772.5 મીમી) કરતાં આ 8% વધુ છે. 15 સપ્ટેમ્બરે 11 રાજ્યોમાં 7 સેમી વરસાદની સંભાવના છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.