કનેસરા ગામે ભાદરવા સુદ દસમે રામપીર બાપાના સાનિધ્યમા ભવ્ય લોકમેળો યોજાયો - At This Time

કનેસરા ગામે ભાદરવા સુદ દસમે રામપીર બાપાના સાનિધ્યમા ભવ્ય લોકમેળો યોજાયો


કનેસરા ગામે ભાદરવા સુદ દસમના દિવસે રામપીર બાપાના સાનિધ્યમા ભવ્ય લોકમેળો યોજાયો હતો. કનેસરા ગામે આ ઉત્સવ વર્ષોથી ઉજવવામા આવે છે. દસમના દિવસે ગામમા રામદેવપીર બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળે છે. અને રામદેવપીર બાપાના નવા મંદિર અને જૂના મંદિર એમ બંને જગ્યાએ પ્રસાદ પણ ચાલુ હોય છે. આ મેળાનુ આયોજન રામાપીર બાપાના નવા મંદિરે થયુ હતુ. આ મેળાનું આનંદ માણવા આજુબાજુ ગામના લોકોની ભીડ ઉમટી પડી હતી. અને હજારો લોકોએ આ મેળાનો આનંદ માણ્યો હતો. તેમજ નવા રામદેવપીર બાપાના મંદિરે ભાદરવા સુદ નવમીના દિવસે ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને ભજનની રમઝટ બોલી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.