જસદણના જુના બસસ્ટેન્ડનું નવું બસસ્ટેન્ડ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ખુલ્લું મૂક્યું: ખીમાણી તરફથી ફ્રીઝ મુકવાની જાહેરાત
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણનું જૂનું બસસ્ટેન્ડ લાંબા સમયથી જર્જરિત હતું તેને ધ્યાને લઈ તાજેતરમાં સરકારે લાખોના ખર્ચે નવું બસસ્ટેન્ડ કરાવી આપતાં તે બસ સ્ટેન્ડ રાજયનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ખુલ્લું મુકતા એસ ટી ની અવર જવર કરતાં મુસાફરોમાં ભારે રાહત પ્રસરી છે. જસદણ વિંછિયા પંથકમાં અબજો રૂપિયાના વિકાસ કામો કરાવનારા કુંવરજીભાઈ બાવળિયા, ઉદ્યોગપતિ ઇમરાનભાઈ ખીમાણી, આગેવાનો દુર્ગેશભાઈ કુબાવત, પ્રેમજીભાઈ રાજપરા, રફીકભાઈ ગોગદા (મનાલી) ખાસ ઊપસ્થિત રહી રાજ્ય સરકારના આ કામની સરાહના કરી હતી. ખાસ કરીને આજે બસ સ્ટેન્ડ ખુલ્લું મુકાતા આ તકે રફીકભાઈ ગોગદાએ જણાવ્યું હતું કે ઉદ્યોગપતિ ખીમાણી પરિવારએ એવી જાહેરાત કરી હતી કે પોતાના પરિવાર ના મોભી સદસ્ય સ્વ અશરફભાઈ ખીમાણીની યાદમાં એક ઠંડા પાણીનું વિશાળ ફ્રીઝ મુકવામાં આવશે. જેથી એસ ટી અને ખાનગી વાહનોમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓને સરળતાથી પીવા માટે ઠંડુ પાણી મળી રહે અત્રે એ નોંધનીય છે કે સ્વર્ગસ્થ અશરફભાઈ એ પોતાની હયાતી દરમિયાન અનેક લોકોને મદદ કરી અંધકારમાંથી પ્રકાશ તરફ લાવ્યાં છે. આજે પણ તેમનો પરિવાર સદ્દકાર્ય કરી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.