લાઠી સન્યાસ આશ્રમ ખાતે હિન્દુ પરિષદ લાઠી પ્રખંડ ષષ્ઠી પુર્તિ નો કાર્યક્રમ યોજાયો - At This Time

લાઠી સન્યાસ આશ્રમ ખાતે હિન્દુ પરિષદ લાઠી પ્રખંડ ષષ્ઠી પુર્તિ નો કાર્યક્રમ યોજાયો


લાઠી સન્યાસ આશ્રમ ખાતે હિન્દુ પરિષદ લાઠી પ્રખંડ ષષ્ઠી પુર્તિ નો કાર્યક્રમ યોજાયો

લાઠી વિશ્વ હિન્દુ પરિષદ લાઠી પ્રખંડ ખાતે તારીખ ૧૨/૦૯/૨૪ ના રોજ ૬૦ વર્ષ પૂરા થતા ષષ્ઠી પુર્તિ નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમનું આયોજન લાઠી પ્રખંડના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ લાઠી પ્રખંડના બજરંગ દળના કાર્યકરો દ્વારા જેમ જ ઉઠાવીને વિશ્વ હિન્દુ પરિષદની આ કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યામાં હિન્દુઓને ભેગા કરી જાગૃતિ અભિયાન માટે નું આહવાન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કિરીટભાઈ મિસ્ત્રી (મામા)- પ્રાંત સંયોજક, હિતેશભાઈ મહેતા- પ્રમુખ વિ.હી.પ. અમરેલી, ડો. પંકજભાઈ કનૈયાલાલ ત્રિવેદી- લાઠી પ્રખંડ વાલી, યુવરાજસિંહ પલવાર- સંયોજક વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી, પ્રમોદભાઈ દીક્ષિત- સહસયોજગ પરિષદ અમરેલી, સંતશ્રી ઉપસ્થિત રહેલ હતા માર્ગદર્શક ડોક્ટર પંકજભાઈ ત્રિવેદી હતા કિરીટભાઈ મિસ્ત્રી દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સંઘર્ષ પૂર્ણ ૬૦ વર્ષ અંગેની સંપૂર્ણ માહિતી થી વાકેફ કરવામાં આવેલ હતા તેમજ સંતશ્રી દ્વારા પણ વિશ્વ હિન્દુ પરિષદ અને સમાજની અંદર સંતો નું મહત્વ અને હિન્દુ સનાતન ધર્મ અંગેની યોગ્ય શાળા વટથી લોકોને અવગત કરવામાં આવતા સૌ હિંદુઓ દ્વારા મોટી સંખ્યામાં જયઘોષ સાથે તેમને અને તેમના ભાષણને સ્વીકારવામાં આવેલ હતું. આવનારી પેઢીને હિન્દુત્વ તરફ લઈ જવા માટેના સૂચનો અને માર્ગદર્શન એવા ઉદાહરણ પૂરા પાડેલ હતા. કાર્યક્રમના અંતે ચેતનભાઇ જમોડ પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ લાઠી પ્રખંડ તેમજ દીપકભાઈ દવે પ્રમુખ બજરંગ દળ લાઠી પ્રખંડ દ્વારા તમામે તમામ ઉપસ્થિત મહેમાનો અને જન્મમેદનીનો આભાર માનેલ હતો. આ પ્રસંગે લાઠી પ્રખંડના માતૃશક્તિના પ્રમુખ શ્રીમતી અને ઉપપ્રમુખ શ્રીમતી ની વરણી કરેલ હતી તેમને પણ શ્રીરામનો ખેસ ઓઢાડીને બહુમાન કરવામાં આવેલ હતું. સર્વે પધારેલ તેમજ સંદેશાથી સાધુ સંતોએ લાઠી પ્રખંડના હિન્દુઓ માટે શુભ આશિષ પાઠવેલ હતા. ઉપરોક્ત કાર્યક્રમની માહિતી વિ હી.પ. લાઠી પ્રખંડના પ્રચાર પ્રસાર મંત્રી તેમજ સહમંત્રીએ જાણાવેલ છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.