માત્ર પાંચ વર્ષ પહેલાં પ્રારંભાયેલી સૂર્ય ગુજરાત રૂકટોપ સોલાર સીસ્ટમ સ્થાપવા માં દેશ માં ગુજરાત રાજ્ય પ્રથમ
માત્ર પાંચ વર્ષ પહેલાં પ્રારંભાયેલી સૂર્ય ગુજરાત રૂકટોપ સોલાર સીસ્ટમ સ્થાપવા માં દેશ માં ગુજરાત રાજ્ય પ્રથમ
ઘર આંગણે વીજ ઉત્પાદન કરી વપરાશ કરવા નાં ઉપાય માં દેશ માં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું રહેણાક શ્રેણીમાં રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે
ગુજરાતમાં અત્યાર સુધીમાં ૬.૯૪ લાખથી વધુ રહેણાક મકાનો પર કુલ ૨૭૪૪ મેગાવોટ ક્ષમતા ધરાવતી રૂફટોપ સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે.સોલાર પેનલ ઇન્સ્ટોલેશન માટે ગ્રાહકોને વીજ બિલમાં ₹ ૩૨૬૦ કરોડની બચત તેમજ સૌર ઊર્જાના વેચાણથી ₹ ૩૩૦ કરોડની આવક થઈ છે.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯માં 'સૂર્ય ગુજરાત' યોજના શરૂ કરવામાં આવી હતી.'સૂર્ય ગુજરાત' યોજના શરૂઆત ૨૦૧૯ રહેણાકના વીજગ્રાહકોને સોલાર રૂફટોપ માટે સબસિડી આપવામાં આવે છે
પ્રથમ ૩ કિલોવોટ્ની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત પર ૪૦% ૩ થી વધુ અને ૧૦ કિલોવોટ સુધી ૨૦% સબસિડી દા.ત. કોઈ વ્યક્તિને ૧૧ કિલોવોટ સોલાર સિસ્ટમ માટે પ્રથમ ૩ કિલોવોટ પર ૪૦ % પછીના ૭ કિલોવોટ પર ૨૦% અને તે પછીના ૧ કિલોવોટ પર ૦% સબસિડી આપવામાં આવે છે.ગ્રૂપ હાઉસિંગ સોસાયટી (GHS) / રેસિડેન્શિયલ વેલ્ફેર એસોસિયેશન (RWA)ની સુવિધાઓમાં વીજ જોડાણો માટે ૫૦૦ કિલોવોટની મહત્તમ મર્યાદામાં (૧૦ કિલોવોટ પ્રતિ ઘર લેખે), સોલાર સિસ્ટમની કુલ કિંમત પર ૨૦% સબસિડી આપવામાં આવે છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.