વિશ્વ હિન્દુ પરિષદ કુકાવાવ પ્રખંડ દ્વારા હિન્દુ સંમેલન યોજાઈ ગયું
વિશ્વ હિન્દુ પરિષદ કુકાવાવ પ્રખંડ દ્વારા હિન્દુ સંમેલન યોજાઈ ગયું
કુંકાવાવ તાલુકા ના શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં
કુકાવાવ પ્રખંડ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભુરખીયા હનુમાન મંદિર ના સાંસ્કૃતિક હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ રસિકભાઈ વેગડ ના અધ્યક્ષતામાં હિન્દુ સંમેલન યોજવામાં આવેલ આ સંમેલન નું ઉદઘાટન શ્રી બાપુ ના વરદ હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે સમારોહના મુખ્ય વક્તા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ એડવોકેટ ઈતેશભાઈ મહેતાએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ એ હિંદુ સમાજનું કવચ અને કુંડળ છે હિન્દુધર્મ ની રક્ષણ તથા સંવર્ધન માટે વર્ષ ૧૯૬૪ માં મુંબઈના સાંદિપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્રિતીય સરસંઘચાલક પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી હિન્દુ, શીખ, જૈન વગેરે ભારતીય પરંપરાઓના પૂજય સંતો તથા પદ્મશ્રી કે.કા. શાસ્ત્રીજી જેવા વિદ્વાનોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ આજ દિન સુધીના કાર્યકાળમાં અનેક સફળ આંદોલન તથા જનજાગરણ થકી વિ.હિ.પ. દ્વારા શ્રદ્ધા કેન્દ્રોની મુકિત, લવ - લેન્ડ જેહાદ વિરુધ્ધ કાયદા, ગૌરક્ષા માટે કાયદા, ધર્માતરણ અટકાવવું - ઘરવાપસી, સામાજિક સમરસતા, વનવાસી કલ્યાણ, સેવા, બાલ સંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આજે પણ ૩૨ દેશોમાં ૬૩ હજાર કરતાં વધુ સમિતિઓ અને ૭૦૦ જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓના માધ્યમથી ચાલતી વિ.હિ.પ. એ વિશ્વના દરેક હિન્દુનું પોતાનું સંગઠન છે તેમ જણાવેલ
આ સંમેલન માં. જિલ્લા સહ મંત્રી વિપુલભાઈ દવે અમરેલી શહેર વિહિપ ના પ્રમુખ. પ્રતાપસિંહ રાઠોડ મંત્રી સંજયભાઈ પડયા એ દેશ ભક્તિ ના ગીતો રજૂ કરેલ અને કાર્યક્રમ નું સંચાલન પ્રખડ પ્રમુખ સંજયભાઈ લાખણી એ કરેલ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.